પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વસોયાએ મતદારો પાસે વોટ સાથે નોટની કરી માંગણી

Local | Porbandar | 20 April, 2024 | 11:46 AM
આર્થીક સહયોગની માંગણી કરતો વીડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ
સાંજ સમાચાર

ધોરાજી તા.20
 પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલીત વસોયાએ મતદારો પાસે વોટ સાથે નોટની માંગણી કરી આ અંગેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો છે.

 તેઓએ મતદારો પાસે આર્થિક સહયોગની માંગણી કરી છે. સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓએ ફોર્મ ભરેલ છે. ગઈકાલે છેલ્લા દિવસે ભાજપ કોંગ્રેસ સહીતના ઉમેદવારોએ નામાંકન પત્ર ભરેલ હતા. ત્યારે ધોરાજી પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના પોરબંદર લોકસભાના ઉમેદવાર લલીત વસોયાએ વોટ સાથે નોટની માંગણી કરી છે.

 લલીત વસોયાએ સોશ્યલ મીડીયા પર જે મતદાર ભાઈ બહેનોને વોટની સાથે સાથે આર્થીક સહયોગ કરવા માટે એક રૂપિયાથી માંડી અને જેટલો ફંડ આપવો હોય તે પ્રમાણે આર્થીક સહાય કરવાની માંગણી કરી છે.

 કોંગ્રેસના પોરબંદરના લોકસભાના ઉમેદવાર લલીત વસોયાએ વીડીયોમાં લોકોને જણાવેલ કે આ ચુંટણીમાં હું તાનાશાહી સરકાર સામે લડવા આવેલ છું સામેની પાર્ટીના લોકો ચુંટણીમાં અઢળક રૂપિયા ખર્ચવાના છે તેની સામે કોંગ્રેસ પાર્ટીના નાણા સીઝ કરી દેવામાં આવ્યા છે.
 ત્યારે હું સૌને વિનંતી કરૂં છું કે ચુંટણી લડવા માટે તેની વ્યવસ્થા ગોઠવવા માટે પૈસા બહુ જરૂરી છે મારી પારસે પૈસા નથી એટલે વિનંતી કરૂ છું આ ચુંટણીની વ્યવસ્થા કરવા માટે આર્થીક સહયોગની પણ જરૂર છે. વધુમાં તેમણે કયુઆર કોડ અને એકાઉન્ટ નંબર જાહેર કરતા અપીલ કરી હતી 1 રૂા.થી લઈને જેટલી રકમ ક્ષમતા હોય તે મુજબ દાન આપવા જણાવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj