રાજકોટ તા.26
લક્ષ્મીનગર શેરી નજીક દારૂ સાથે બાઈકમાં નિકળેલ દંપતિને માલવીયાનગર પોલીસે પકડી 46 બોટલ રૂા.74600નો મુદામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત મુજબ, માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ડી.પી.બગડા, કોન્સ્ટેબલ મયુરદાન બાટી સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે લક્ષ્મીનગર શેરી નં.1, ચામુંડા માતાજીના મંદિર નજીકથી બાઈકમાં પસાર થતા દંપતીને અટકાવી તપાસ કરતાં તેની પાસેથી દારૂની 46 બોટલ મળી આવતા હિતેષ ભુપેન્દ્ર ચાવડા અને ભાનુબેન ચાવડા (રહે. બન્ને આંબેડકરનગર શેરી નં.14)ની ધરપકડ કરી રૂા.74600નો મુદામાલ કબ્જે કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy