બોગસ નંબર પ્લેટના ગુનામાં આરોપીઓને નિર્દોષ ઠરાવતી કોર્ટ

Crime | Rajkot | 19 April, 2024 | 04:25 PM
આજી ડેમ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બોગસ નંબર પ્લેટ લગાવી બાઈક પર નિકળેલા આરોપી સામે કાર્યવાહી કરી હતી
સાંજ સમાચાર

રાજકોટ તા.19

 બોગસ નંબર પ્લેટ બનાવવાના તેમજ વાહનમાં બોગસ નંબર પ્લેટ લગાડી ઉપયોગ કરવાના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે.

 કેસની વિગત મુજબ તા.12-07-2021ના રોજ આજી ડેમ પોલીસનો સ્ટાફ વાહન ચેકીંગમાં હતો તે દરમ્યાન કાઠારીયા ચોકડી તરફથી એક શંકાસ્પદ મોટર સાયકલમાં આરોપી પરેશ ભુપતભાઈ મકવાણા નીકળતા તેને અટકાવી તપાસ કરતા આરોપી પાસે લાયસન્સ નહોતું અને આરસી બુકમાં લખેલા નંબરથી નંબર પ્લેટ અલગ હતી.

જેથી તપાસ કરતા આ બોગસ નંબરપ્લેટ આરોપી દિલીપ રમેશભાઈ મકવાણાએ બનાવેલ હોવાનું જાણવા મળેલ. આઈસીપી કલમ 465, 471, 114, તથા એમ.વી. એકટ 181 મુજબનો ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરાઈ હતી. કોર્ટમાં કેસ ચાલતા આરોપીઓના વકીલે દલીલો કરી હાઈકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓની વિશદ છણાવટ કરેલ.

અદાલત દ્વારા બચાવ પક્ષના એડવોકેટની દલીલોને ગ્રાહ્ય રાખી બન્ને આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરાયો હતો. આ કેસમાં બન્ને આરોપીઓ વતી એડવોકેટ તરીકે લઘુવીર બસીયા રોકાયેલ હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj