સગીરા પર દુષ્કર્મ ગુજારનાર સગા માસાને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

Crime | Rajkot | 26 April, 2024 | 03:58 PM
આરોપીએ સાળી પર નજર બગાડી, તેનું અપહરણ કરી દુષ્કર્મ આચરેલું, રાજકોટની પોકસો કોર્ટે ચુકાદો આપ્યો : ભોગ બનનારને રૂા.3 લાખનું વળતર ચુકવવા હુકમ
સાંજ સમાચાર

રાજકોટ, તા.29
સગીર સાળી પર દુષ્કર્મ આચરનાર બનેવીને રાજકોટની સ્પે. પોક્સો કોર્ટે અંતિમશ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીએ સાળી પર નજર બગાડી, તેનું અપહરણ કરી કુકર્મ આચરેલું. ભોગબનનારને રૂ.3 લાખનું વળતર ચુકવવા હુકમ થયો છે.

કેસની વિગત મુજબ, ગત તા. 28/12/2019 ના રોજ ફરિયાદીએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી હતી કે, મારી મોટી પુત્રીનો પતિ એટલે કે મારો જમાઈ મારી સગીર વયની નાની પુત્રીનું અપહરણ કરી લઈ જઈ તેના પર દુષ્કર્મ આચરેલ છે. તે બાબતની વિગતવાર ફરિયાદ આરોપી ભરતભાઈ જગદીશભાઈ પ્રસાદ સામે નોંધાઇ હતી. આરોપી ભોગબનનારનો બનેવી થાય છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી ભરતની ધરપકડ કરી જેલ હવાલે કરેલ અને આરોપી વિરુદ્ધ ગુન્હાનો પુરાવો મળી આવતા પોક્સો અદાલતમાં ચાર્જશીટ દાખલ કરાઈ હતી. ચાર્જશીટ થયા બાદ પોક્સો અદાલતમાં કેસ શરૂ થતાં પ્રોસિકયુશન દ્વારા ફરિયાદી કે જે ભોગ બનનારના માતા છે .

તેમની સોગંદ ઉપર જુબાની લેવામાં આવેલ તેમજ ભોગ બનનારની જુબાની લેવામાં આવેલ અને પ્રોસિક્યુશન દ્વારા ડોક્ટર અને તપાસ કરનાર અધિકારીની જુબાનીઓ લેવામાં આવેલ. પ્રોસિક્યૂશન દ્વારા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવેલ. જે દસ્તાવેજી પુરાવાઓમાં ફરિયાદીની ફરિયાદ, મેડિકલ સર્ટિફિકેટ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો અહેવાલ વિગેરે દસ્તાવેજી પુરાવાઓ રજૂ રાખવામાં આવેલ હતા.

સરકાર તરફે સરકારી વકીલ દ્વારા ખૂબ જ લંબાણ પૂર્વક દલીલ કરવામાં આવેલ અને દલીલમાં જણાવેલ કે, આરોપી સામે સમાજ વિરોધી ગંભીર ગુન્હો છે. આરોપી વિરુદ્ધ પ્રોસિકયુશન દ્વારા કેસ સાબિત કરવામાં આવેલ છે. આરોપીએ ફરિયાદીની દીકરીની જિંદગી ખરાબ કરી નાખેલ છે. સાળી બનેવીના સબંધોને કલંક લગાડવાનું કૃત્ય કરેલ છે. આરોપી પરણિત અને સંતાનોનો પિતા હોવા છતાં સગીર વયની સાળી ઉપર નજર બગાડી તેનું અપહરણ કરી લઇ જઇ દુષ્કર્મ આચરેલ છે. 

આવા ગુનાના આરોપી સામે જ્યારે ફરિયાદી અને ભોગબનનારે સોગંદ ઉપરની જુબાનીમાં બનાવની સંપૂર્ણ હકીકત જણાવેલ હોય અને આવા સમાજ વિરોધી ગુન્હામાં આરોપીને સખતમાં સખત સજા કરવા સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ હતી. પોકસો અદાલતે સોગંદ ઉપરની જૂબાનીઓ, દસ્તાવેજી પુરાવાઓ તથા દલીલને ધ્યાને લઇ પોકસો અદાલતના સેશન્સ જજ જે. ડી. સુથારે આરોપી ભરત પ્રસાદને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારેલ છે તથા ભોગવનારને રૂ.3 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ જી. પીપળીયા રોકાયેલ હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj