ભરણપોષણ ન ચુકવનાર પતિને 50 દિવસની સજા ફટકારતી કોર્ટ

Crime | Rajkot | 23 April, 2024 | 04:34 PM
હેતલબેને તેમના પતિ ઉમેશભાઇ સોલંકી સામે ભરણપોષણ મેળવવાની અરજી કરી હતી
સાંજ સમાચાર

રાજકોટ,, તા. 22

પત્નીને ભરણપોષણની રકમ નહીં ચુકવનાર પતિને પ0 દિવસની જેલની સજાનો હુકમ ફેમીલી કોર્ટે કર્યો છે.

કેસની હકીકત એવી છે કે અરજદાર હેતલબેન ઉમેશભાઇ સોલંકી (રહે. રાજકોટ)એ પોતાના પતિ ઉમેશભાઇ  નરશીભાઇ સોલંકી (રહે. સોમનાથ, જી. ગીર-સોમનાથ) વિરૂધ્ધ ક્રિ.પો.કોડની કલમ 1રપ મુજબ ભરણપોષણ મેળવવા ફેમીલી કોર્ટમાં અરજી કરેલ તેમાં કોર્ટે અરજદારની અરજી મંજુર કરી માસીક રૂા. 7000 ચુકવવા તેવો હુકમ  સામાવાળા વિરૂધ્ધ કરેલ હતો.

જે હુકમનું સામાવાળા પાલન કરતા ન હોય તેથી અરજદારે તેમના એડવોકેટ અમીત ગડારા પ માસની ચડત ભરણપોષણની રકમ રૂા. 3પ000 મેળવવા રાજકોટની ફેમીલી કોર્ટમાં અરજી કરેલ હતી. કોર્ટે સામાવાળા વિરૂધ્ધ નોટીસ ઇસ્યુ કરેલ. કોર્ટે બાકી રકમ ભરપાઇ કરવાનું કહેતા સામાવાળાએ રકમ ભરપાઇ કરવાની ના પાડેલ જેથી કોર્ટે તેમને જયુડીશીયલ  કસ્ટડીમાં લીધેલ તેમજ સામાવાળાને ચડત રકમ ન ભરવાની કસુર બદલ પ0 દિવસની સાદી જેલ સજા કરવાનો હુકમ કરેલ હતો તેમજ જુની સજા પુરી થયેથી હાલની સજાની અમલવારી રહેશે તેવો પણ હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં હેતલબેન સોલંકી તરફે ફેમીલી કોર્ટના લીગલ એઇડના પેનલ વકીલ અમિત ગડારા રોકાયા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj