જામનગર તા.9
જામનગર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસની સંસ્થા દ્વારા ધ આઈ. સી. એ. આઈ. હારમની લીગ (ક્રિકેટ ટૂર્નામેન્ટ) તા. 10થી તા. 12 મે 2024 સુધી જામનગરમાં આવેલ સુમેર સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ પર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરકારી, અર્ધ સરકારી, સંસ્થાઓ અને એસોસીએશનની અંદાજે 12 ટીમો ભાગ લેશે. આ મેચ સાંજે 6 થી રાત્રિના 1 વાગ્યા સુધી ચાલુ રહેશે.
આ ટુર્નામેન્ટ ડિજિટલ ટેક્નોલોજી અવેરનેસના ભાગરૂપે આયોજિત કરવામાં આવી છે. જેમાં આ ટુર્નામેન્ટને રોમાંચક બનાવવા માટે જામનગર બ્રાન્ચના - ચેરમેન સીએ પ્રિતેશ મહેતા, વાઈસ ચેરમેન સીએ હરદીપસિંહ જાડેજા, સેક્રેટરી સીએ મહમદ સફી કુરેશી, ખજાનચી સીએ જયદીપ રાયમંગિયા, અને ઈમિજીએટ પાસ્ટ ચેરમેન સીએ. પ્રતિક ચાંદ્રા તથા સંયોજકો તરીકે સીએ અંકુર દોશી, સીએ હેમલ મહેતા, સીએ પાર્શ્વ મહેતા, સીએ આદિત્ય ત્રિવેદી તથા અન્ય સીએ અને સીએના વિદ્યાર્થીઓ, સ્વયંસેવકો સફળતા માટે જહેમત ઉઠાવી રહ્યા છે સંપૂર્ણ ખેલદિલી ઉત્સાહ અને ભાઈચારા ના ઉત્કૃષ્ટ ઉદાહરણ ના ભાગરૂપે આ લીગ આયોજન કરવામાં આવેલ તેમ મહમદ સફી કુરેશી દ્વારા જણાવવામાં આવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy