જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં સાયકલ ચલાવી સાયકલીસ્ટોએ લીધા મતદાનના શપથ

Local | Junagadh | 27 April, 2024 | 11:12 AM
સિનિયર સિટીઝન, ફર્સ્ટ ટાઈમ વોટર સહિત 50થી વધુ જોડાયા: મતદાન જાગૃતિ ઝુંબેશ માટે 15 દિવસ વિશેષ આયોજન
સાંજ સમાચાર

જૂનાગઢ,તા.27
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાની પ્રાચીરથી અચૂક મતદાનનો આગવી રીતે સંદેશ આપાયો છે, 62 એકરમાં પથરાયેલા ઉપરકોટના વિશાળ કિલ્લામાં વહેલી સવારે સાયકલ સવારોએ સાયકલ ચલાવી તા.7મી મે એ અચૂક મતદાન માટે સંદેશ આપ્યો છે.

આ સાયકલ રેલીમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપરાંત સિનિયર સિટીઝન, ફર્સ્ટ ટાઈમ વોટર સહિતના સાયકલીસ્ટો જોડાયા હતા. જિલ્લા વહીવટી તંત્ર અને સાયકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સાયકલ રેલીમાં 50થી વધુ  સાયકલીસ્ટો જોડાયા હતા. આ તકે સાયકલિસ્ટોએ નિર્ભયતાપૂર્વક, ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભનોથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરવા માટે શપથ લીધા હતા. ઉપરાંત સાઇકલ સવારો મતદાન જાગૃતિ અર્થેના સિગ્નેચર કેમ્પેઈનમાં પણ જોડાયા હતા.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ અર્થે રચનાત્મક પ્રયાસો હાથ ધરાયા છે, તેના જ ભાગરૂપે આ સાયકલ રેલીનું આયોજન કરાયું હતું. તેમજ સઘન મતદાન જાગૃતિ ઝુંબેશ માટે 15 દિવસ માટેનું વિશેષ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. 
આ સાયકલ રેલીમાં મદદનીશ ચૂંટણી અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આ સાયકલ રેલીમાં મહાનગરપાલિકાના નાયબ કમિશનર અજય ઝાપડા, જિલ્લા રમત વિકાસ અધિકારી ગૌરાંગ નરે, પોલીસ તાલીમ મહાવિદ્યાલયના આચાર્ય સહિતનાં જોડાયા હતા. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj