મોરબીના તળાવીયા સનાળા ગામે વાડીની ઓરડી ઉપરથી નીચે પટકાતા યુવતીનું મોત

Local | Morbi | 19 April, 2024 | 01:33 PM
સાંજ સમાચાર

 (જીગ્નેશ ભટ્ટ દ્વારા)  મોરબી તા.19
 મોરબી તાલુકાના તળાવીયા સનાળા ગામની સીમમાં આવેલ કરસનભાઈ ભગવાનભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા વિખલાભાઈ બામણીયાની દીકરી સંગીતાબેન (30) કોઈ કારણોસર વાડીમાં આવેલ ઓરડી ઉપરથી નીચે પટકાતા તેને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તે યુવતીનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મૃતક યુવતીના પિતા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે
 

મારા મારીની ઇજા
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહેન્દ્રસિંહજી હોસ્પિટલ પાસે મારામારીનો બનાવ બન્યો હતો  બનાવમાં પાવન પાર્કમાં રહેતા રશ્મિનભાઈ અશોકભાઈ આડેસરા (36) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા 
 

 બાળકી સારવારમાં
મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ ઇન્દિરાનગર પાસે આવેલ શીતળા માતા મંદિર નજીક રહેતા સનુરા બાબુભાઈની દીકરી જ્યોતિ (4) ને ગામ પાસે આવેલ બસ સ્ટેશન નજીક બાઇક સ્લીપ થતાં  ઇજા  શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj