મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ કારખાનામાં પટકાતા શ્રમિક યુવકનું મોત

Local | Morbi | 27 April, 2024 | 12:30 PM
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) 
મોરબી તા.27

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ કારખાનામાં પતરા ચઢાવવાનું કામ કરતાં સમયે ઊંચાઈ ઉપરથી યુવાન નીચે પટકાયો હતો જેથી કરીને તેને શરીરને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ભડીયાદ ગામે રહેતા જયસિંગ રાઘવસિંગ (45) નામનો યુવાન ભડિયાદ રોડ ઉપર આવેલ 777 કારખાનામાં પતરા ચડાવવાનું કામ કરતો હતો દરમિયાન ઊંચાઈ ઉપરથી તે નીચે પટકાતા તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj