રાજુલા, તા.8
જાફરાબાદ શહેરમાં આવેલ સાગર શાળામાં ચૂંટણી ફરજ પર મહિલા કર્મચારી પડી જતા મહિલાને રાજુલા એક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા. ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરતા કર્મચારીઓમા શોકનું મોજુ ફરી વળ્યુ છે મૃતદેહને પીએમ અર્થે રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા છે.
જાફરાબાદ ખાતે લોકસભાની ચૂંટણીની કામગીરી દરમિયાન એક મહિલા કર્મચારી કૌશિકાબેન બાબરીયા ઉંમર વર્ષ 49 અસહ્ય કાળજાળ ગરમીને કારણે પ્રથમ તેમને મૂંઝારો થયો હતો જે જોઈ સાથી કર્મચારીઓએ તેમને તુરંત એમ્બ્યુલન્સ દ્વારા રાજુલા ખાનગી હોસ્પિટલ ખાતે લઈ આવેલ પરંતુ ત્યાં તેઓ મૃત જાહેર થતાં ત્યારબાદ રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે તેમને પીએમ માટે લાવેલ કૌશિકાબેન ના પતિ કિરીટભાઈ બાબરીયા અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં કામ કરતા હોય તેમનો સાથી સ્ટાફ એમ્બ્યુલન્સમાં સાથે આવેલ આ પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકથી મોત થયાનું ખૂલ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy