રાજકોટ, તા.23
ગોંડલના મોવિયા ગામમાં રહેતો યુવક માતાજીનાં માંડવામાં ગયો હતો. બાદ રાત્રિના પોતાનાં ઘરે પરત ફરતી વેળાએ શિવરાજગઢ- મોવિયા રોડ પર અકસ્માત સર્જાયો હતો. ઘવાયેલ યુવકની સારવાર કારગત નીવડે તે પહેલાં શ્વાસ થંભી ગયો હતો.
બનાવની વિગત મુજબ ગોંડલના મોવિયા ગામમાં શીતળા માતાના મંદિર પાસે રહેતો હેમંત સવજીભાઈ ચાંડપા (ઉ.વ.31) નામનો યુવક ગત તા. 21/04/2024 ના રાત્રીના તેજ ગામમાં આવેલ ભાડેશ્વર મહાદેવના મંદીર પાસે માતાજીના માંડવામાં ગયેલ. બાદ રાત્રિના 11 વાગ્યાની આસપાસ યુવક ઘરે પરત જતો હતો દરમિયાન શિવરાજગઢ ગામથી મોવિયા ગામ તરફ જવાના રસ્તે શીતળા ધાર પાસે બોલેરો ચાલકે યુવકને ઠોકરે ચડાવ્યો હતો.
જે અકસ્માતની જાણ તેઓનાં પરિવારજનોને થતાં તુરંત દોડી ગયાં હતાં. યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં 108 મારફત ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલા યુવકે દમ તોડી દીધો હતો. મૃતક મજુરી કરી પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તે બે ભાઈ અને ત્રણ બહેનમાં વચેટ હતો. તેને સંતાનમાં બે દિકરાઓ છે.
દિકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. મૃતકના મોટાભાઈ નરોત્તમભાઈ ચાંડપા(ઉ.વ.30)ની ફરિયાદ પરથી જીજે 14 એક્સ 1846ના ચાલક સામે ગુનો દાખલ કરી બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy