હળવદની સરા ચોકડી ટેલરના ચાલકે કચડી નાખતા વૃદ્ધાનું મૃત્યુ

Local | Morbi | 06 May, 2024 | 10:57 AM
પતિની નજર સામે પત્નીના કરૂણ મોતથી અરેરાટી
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) 
મોરબી તા.6

હળવદની સરા ચોકડી પાસે રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધાને ટ્રક ટેલરના ચાલકે હડફેટે લેતા વૃદ્ધાનું મોત નીપજયું હતું. 
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના રાયસંગપર વેલાળા ગામના રહેવાસી વાલાભાઈ સવજીભાઈ જખાણીયા દેવીપુજક (60) નામના વૃદ્ધે ટ્રક ટેલર નંબર જીજે 14 ઝેડ 0640 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે સરા ચોકડી પાસેથી તેઓ તેના પત્ની સાથે રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન વાલાભાઈ ડિવાઈડર પાસે હતા અને તેના પત્ની રોડ ક્રોસ કરવા માટે આગળ જતા ટ્રક ટેલરના ચાલકે તેઓને હડફેટ લીધા હતા જેથી પત્ની ગુલાબબેન વાલાભાઈ જખાણીયા (60) ને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. પોલીસે ટ્રક ટેલરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
 

બાળકી સારવારમાં
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે પાનેલી રોડ ઉપર આવેલ ગણેશ મિનરલમાં સાયકલ ઉપર મિત્ર સાથે રમતા રમતા પડી જવાના કારણે મિરલ મહેશભાઈ ઠાકોર (14) રહે. વેલનાથનગર પાટડી વાળીને ઇજાઓ થઈ હોવાથી ખાનગી હોસ્પિટલમાં લઇને આવ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj