મોદી શાસનના એક દાયકામાં હાલારે વિકાસની હરણફાળ ભરી: પૂનમબેન

Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Jamnagar | 24 April, 2024 | 03:37 PM
જામનગર 78 (ઉત્તર) વિધાનસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો દબદબાભર્યો પ્રારંભ: અભૂતપૂર્વ મેદની ઉમટતા ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની વિજય હેટ્રીક થવાના અણસાર: મોદીના સ્વપ્નાના વિકસીત ભારતના નિર્માણ માટે જામનગરમાંથી જંગી લીડ સાથે પૂનમબેનને જીતાડવા ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજાએ કરી હાકલ
સાંજ સમાચાર

જામનગર તા.24
જામનગર લોકસભા બેઠક હેઠળ આવતા જામનગર શહેરના 78 જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો ભાજપના ઉમેદવાર અને સાંસદ પૂનમબેન માડમના હસ્તે પ્રચંડ જનમેદની વચ્ચે પ્રારંભ કરવામાં આવ્યો હતો. 

આ કાર્યક્રમમાં 79 વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, 78 વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજાએ શ્રી પૂનમબેન માડમને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરતા જણાવેલ કે, ભારતના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે સપનું સેવ્યું છે, તેને સાકાર કરવા સમગ્ર હાલાર સહિતના જામનગરના મતદાતાઓએ ભારે સંખ્યામાં મતદાન કરીને વડાપ્રધાનના હાથ મજબૂત કરવા જોઈએ. 12 લોકસભાના સાંસદ તથા ઉમેદવાર શ્રી પૂનમબેન માડમ હસ્તે 78 વિધાનસભા મધ્યસ્થ કાર્યક્રયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
 

આ પ્રસંગે શ્રી પૂનમબેન માંડમ એ સૌ ને આવકારેલ તથા ઉદબોધન કરતા જાણવેલ કે, વિકસિત ભારતની કલ્પના ને સાકાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે સપનું સેવ્યું છે, તેને સાર્થક કરવા માટે લોકશાહીના મહાપર્વ એવા 7મી મે ના રોજ સમગ્ર હાલારવાસીઓએ બહોળી સંખ્યામાં મતદાન કરીને લોકશાહીનો મહાપર્વની ઉજવણી કરવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષના શાસનકાળ દરમિયાન હાલાર સહિતના અનેક વિકાસના કામો થયા છે, અને સર્વે યોજનાઓને જનજન સુધી પહોંચાડવામાં પણ જબરી સફળતા મળી છે.

ઉપરાંત અનેક માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, જેથી સમગ્ર હાલાર સહિતના જામનગર પંથકને પણ અનેક માળખાકીય યોજનાઓથી જોડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થનગની રહ્યા છે, ત્યારે વડાપ્રધાનના હાથ મજબૂત કરવા અને શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવાના ભાગરૂપે અવશ્ય મતદાન કરવા અનુરોધ કરેલ. આ ચૂંટણી ભારત દેશને 2047 માં વિશ્વગુરુ બનાવવાની ચૂંટણી છે, આપની ભાવિ પેઢીના ભવિષ્ય ને ઉજ્વળ બનાવવાની ચૂંટણી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીમાં નેતૃત્વમાં ભારત દેશ વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે, જામનગરની જનતાએ જામનગર થી જંગી બહુમતી થી એક કમળ ને દિલ્લી પહોંચાડવા અપીલ કરી હતી.

જામનગર શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા એ જણાવેલ કે, ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ, સૌ કોઈ એ આ લોકશાહીના પર્વમાં મતદાન અવશ્ય કરવું જોઈએ, અને આ ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી ને, શ્રી પૂનમબેન માડમ ને જંગી બહુમતી થી જીતાડી દિલ્લી મોકલવા જોઈએ. ઉદઘાટન સમારોહ દરમિયાન એકઠી થયેલ જનમેદની જોતા, શ્રી પૂનમબેન માડમની જંગી બહુમતી થી જીત નિશ્ચિત જણાય આવે તેવો ઉત્સાહજનક માહોલ જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમમાં ભાજપ શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ,  મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, જિલ્લા અધ્યક્ષ રમેશભાઇ મુંગરા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, 12 લોકસભા સંયોજક ડો વિનોદભાઈ ભડેરી, 79 વિધાનસભા પ્રભારી, હિરેન પારેખ, 78 વિધાનસભા સંયોજક ધર્મરાજસિંહ જાડેજા, 78 વિધાનસભા પ્રભારી સુરેશ વશરા, મેયર વિનોદ ખીમસુરીયા, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, સાશકપક્ષ નેતા આશિષ જોશી, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, શિક્ષણ સમિતિ ચેરમેન મનીષ કનખરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, પરમાનંદભાઈ ખટ્ટર, પૂર્વ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, હિરેનભાઈ ભટ્ટ, અશોક નંદા, મુકેશ દાશાણી, નિલેશ ઉદાણી, પૂર્વ મેયર અમીબેન પરીખ, બીનાબેન કોઠારી, હસમુખ જેઠવા, અગ્રણી મેરામણભાઇ પરમાર, સામાજિક અગ્રણી તથા જામનગર ડીસ્ટ્રિક કો ઓપરેટીવ બેંકના, ચેરમેન જીતુભાઈ લાલ, સહિત શિક્ષણ સમિતિના સભ્યો, સામાજિક સંસ્થાના હોદેદારો, વિવિધ મોરચાના પદાધિકારીઓ, કોપોરેટર શ્રીઓ, કાર્યકર્તાઓ, વોર્ડ સમિતિના પદાધિકારીઓ, પેઇજ સમિતિના પ્રમુખો સહિત વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj