ગુજરાત સામેના દિલધડક મેચમાં છેલ્લા બોલે દિલ્હીનો 4 રને વિજય

India, Sports | 25 April, 2024 | 12:45 PM
225 રનના જીતના ટાર્ગેટ સામે ગુજરાત ટાઈટન્સ 220 રન જ કરી શકયુ: અંતિમ ઓવરોમાં તોફાની બેટીંગ: દિલ્હી વતી પંતના આક્રમક 88 અને અક્ષર પટેલના 66 રન
સાંજ સમાચાર

નવીદિલ્હી તા.25
આઈપીએલના દિલ્હી કેપીટલ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેના દિલધડક મેચમાં છેલ્લા દડે દિલ્હીનો 4 રને વિજય થયો હતો. છેલ્લા દડા સુધી શ્વાસ થંભાવનારી રમતમાં ગુજરાત પરાસ્ત થયુ હતુ. ચોથી જીત સાથે દિલ્હી કેપીટલ પોઈન્ટ ટેબલમાં 8 પોઈન્ટ સાથે છઠ્ઠા ક્રમે આવી ગયુ છે.

દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડીયમ ખાતે રમાયેલા આઈપીએલના મેચમાં ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને દિલ્હીને પ્રથમ દાવ લેવા મેદાને ઉતાર્યું હતુ. તોફાની શરૂઆત બાદ પ્લેઓફની 6 ઓવર દરમ્યાન જ દિલ્હીના 3 બેટસમેનો આઉટ થઈ ગયા હતા. પૃથ્વી શો 11, ફ્રેજર 23 તથા હોપ પાંચ રને આઉટ થતા દિલ્હી માત્ર 44 રનમાં જ 3 વિકેટ ગુમાવી બેઠુ હતુ.

આ તકે અક્ષર પટેલ અને કપ્તાન ઋષભ પંતે બાજી સંભાળી હતી. બંનેએ ગુજરાત ટાઈટન્સના બોલરોને હંફાવ્યા હતા અને ચોથી વિકેટની ભાગીદારીમાં 113 રન બનાવ્યા હતા. બંને ખેલાડીઓએ આક્રમક રમતનુ પ્રદર્શન કર્યું હતુ. અક્ષર પટેલે આઈપીએલ કારકીર્દીનો સૌથી મોટો 66 રનનો વ્યકિતગત સ્કોર નોંધાવ્યો હતો જેના 4 છગ્ગા અને 8 ચોકકા હતા.

અક્ષર પટેલના આઉટ થયા બાદ મેદાને આવેલા સ્ટબ્સે અંતિમ ઓવરમાં ઝંઝાવાતી રમત રમીને પાંચ જ દડામાં બે છગ્ગા અને 3 ચોકકા સાથે અણનમ 26 રન ઝુડયા હતા. સામે એક છેડો સાચવીને ઉભેલો ઋષભ 43 દડામાં 8 છગ્ગા અને પાંચ ચોકકા સાથે 88 રન બનાવીને અણનમ રહ્યો હતો. ઋષભ પંતે અંતિમ ઓવરમાં 31 રન ઝુડયા હતા અને તેને કારણે દિલ્હી કેપીટલ નિર્ધારીત 20 ઓવરમાં 200 રનનો જુમલો પાર કરીને 224 રન સુધી પહોંચી શકી હતી. દિલ્હીએ અંતિમ બે ઓવરમાં 53 રન ઝુડી નાખ્યા હતા. જયારે અંતિમ 19 દડામાં 67 રન બનાવ્યા હતા.

225 રનના ટાર્ગેટ સાથે મેદાને પડેલી ગુજરાત ટાઈટન્સની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. કપ્તાન શુભમન ગીલ માત્ર 6 રને આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ સાંઈ સુદર્શન અને સહાએ બાજી સંભાળીને 82 રન ઉમેર્યા હતા ત્યારે સહા 39 રને કુલદીપના દડામાં આઉટ થયો હતો. ત્યારબાદ ઓમરઝઈ પણ 1 રન બનાવીને અક્ષર પટેલના દડામાં આઉટ થતા ગુજરાત ટાઈટન્સ 98 રનમાં 3 વિકેટ ગુમાવી બેઠુ હતુ.

સાંઈ સુદર્શન અને મીલરે આક્રમક રમત શરૂ કરી હતી ત્યારે સુદર્શન પણ 65 રને આઉટ થઈ ગયોહતો. તેણે 39 દડામાં બે છગ્ગા અને 7 ચોકકા સાથે 65 રન બનાવ્યા હતા. શાહરૂખ માત્ર 8 રન અને તેવટીયા 12 રને આઉટ થતા ગુજરાત મુશ્કેલીમાં મુકાઈ ગયુ  હતુ. અંતિમ ઓવરોમાં મીલર તથા રશીદખાને તોફાની બેટીંગ કરતા ફરી એક વખત ગુજરાત જીતના માર્ગે દોડવા લાગ્યુ હતુ ત્યારે મીલર 55 રને આઉટ થઈ ગયો હતો. 23 દડામાં 3 છગ્ગા અને6 ચોકકા સાથે તેણે 55 રન કર્યા હતા. અંતિમ ઓવરમાં 19 રનની જરૂર હતી પરંતુ ગુજરાતના ખેલાડીઓ માત્ર 14 રન કરી શકતા દિલ્હીનો 4 રને વિજય થયો હતો. ઋષભ પંતને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj