વિસાવદર,તા.16
કોડીનાર-બગસરા રૂટની એસ.ટી.બસ કોડીનારથી રોજ બપોરના 2-30 કલાકે ઉપડી સાંજના 7થી 7-30 આસપાસ બગસરા પહોંચતી હતી આ બસ છેલ્લા ઘણા સમયથી બંધ કરવામાં આવેલ છે આ બસ કોડીનાર ડેપો દ્વારા બંધ કરી દેવામાં આવેલ છે.
આ બસ કોડીનાર બગસરા છેલ્લા કેટલાક દિવસોથી બંધ કરવામાં આવી છે કોડીનાર ડેપોમાં સ્ટાફની ઘટ હોવાનું કારણ આગળ ધરી બસ બંધ કરી દેવામાં આવેલ છે અને આ બસ કયારે ચાલુ થાય તે નક્કી નથી કોડીનાર ડેપોની આ બસ (5) તાલુકાને જોડતી બસ છે કોડીનાર,તાલાલા, મેંદરડા,વિસાવદર, બગસરા પાંચતાલુકાના પેસેન્જરો આ બસમાં મુસાફરી કરે છે તો આ બસ વહેલાંમાં વહેલી તકે ચાલુ કરવી જરૂરી છે.
કોડીનાર થી પાંચ તાલુકાને જોડતી એક જ બસ હતી અને આ બસની કન્ડિશન પણ ખૂબ ભંગાર હાલતમાં હતી તો આ બસને રેગ્યુલર ચલાવવામાં આવેતેમજ આવક તેમજ જાવક માટે એક જ બસનો ઉપયોગ થાય છે તે બસ લોકોને ખુબજ ઉપયોગી છે અને તેને નિયમિત રીતે સમયસર ચલાવવા તથા નવી એસ.ટી.બસ ફાળવવા લોકોની તથા ટિમ ગબ્બરની જે માંગણી છેટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy