હત્યા કોશિશના ગુનામાં સંડોવાયેલ આરોપીની રીવોલ્વર તથા હથિયાર લાયસન્સ પરત મળવાની માંગણી મંજુર

Crime | Rajkot | 08 May, 2024 | 04:25 PM
સિક્યુરિટી ગાર્ડને જાનથી મારી નાખવા ધમકી આપી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યાં હોવાના આક્ષેપવાળી ફરિયાદ હાઇકોર્ટે અગાઉ રદ કરી હતી
સાંજ સમાચાર

રાજકોટ, તા.8
હત્યા કોશિશના ગુનામાં સંડોવાયેલ આરોપીની રીવોલ્વર તથા હથિયાર લાયસન્સ પરત મળવાની માંગણી સેસન્સ અદાલતે મંજુર કરી હતી.
કેસની વિગત મુજબ, અડબાલકા રોડ ઉપર આવેલ આર્યન બીટસ કારખાના પાસે ફરજ બજાવતા નાગરીક બેંકના સિક્યુરિટી ગાર્ડ અનિરુદ્ધસિંહ ખુમાનસિંહ જાડેજાએ પડધરીના મોવીયા ગામના રહીશ શૈલેષ હંસરાજ તળપદા તથા હરેશ નાથા ગંગા વિરૂધ્ધ પડધરી પોલીસ સ્ટેશનમાં એ મતલબની ફરીયાદ નોંધાવેલ કે, શૈલેષએ ફરીયાદીને જાનથી મારી નાખવાના ઈરાદે પોતાની રીવોલ્વરમાંથી બે ફાયરીંગ કરી બંને આરોપીઓએ મદદગારી કરી અપશબ્દો કહીં જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. પોલીસે તપાસના અંતે ચાર્જશીટ કર્યાં બાદ આરોપીએ ફરીયાદ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે ફરીયાદ રદ કરવાની અરજી મંજુર કરી હતી.

જે પછી ગુનામાં કબ્જે થયેલ પરવાના વાળી રીવોલ્વર તથા તેનું અસલ પરવાના લાયસન્સ પરત મળવા અરજદાર શૈલેષ તળપદાએ રાજકોટની સેસન્સ અદાલતમાં અરજી કરી હતી. જેમાં શૈલેષના એડવોકેટ સુરેશ ફળદુએ દલીલો કરી હતી કે, હાઇકોર્ટે ફરિયાદ રદ કરી છે. કલેકટર સમક્ષ હથિયાર પરવાનો પુન:સ્થાપિત કરાવવા કરેલ કાર્યવાહી મંજુર કરવામાં આવેલ. જેથી અસલ હથિયાર પરવાનો તથા રિવોલ્વર નાઝર કસ્ટડીમાં હોય, જેથી અરજી મંજુર કરી અસલ પરવાનો તથા હથિયાર બંને પડધરી પોલીસ સ્ટેશને મોકલી આપવામાં આવે તો જ અરજદારને તે મળી શકે તેમ છે.

રજુઆત ધ્યાને લઈ કોર્ટે નાઝરે બંને મુદ્દામાલ પડધરી પોલીસ સ્ટેશને મોકલી આપવો અને પોલીસે ખરાય કરી અરજદારને સોંપી આપવા હુકમ કર્યો હતો. આ કેસમાં શૈલેષ તળપદા વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવિક ફેફર, મદદમાં યુવરાજ વેકરીયા, જય પીઠવા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવિન ખુંટ રોકાયેલ હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj