બંને ટેન્ડર પ્રક્રિયા તાત્કાલિક અસરથી રદ કરવા વીજ કર્મીઓની માંગ

Local | Rajkot | 03 July, 2024 | 04:19 PM
એક માસમાં પ્રક્રિયા નહીં અટકાવાય તો કામગીરીનો બહિષ્કાર કરી આંદોલનની ચીમકી
સાંજ સમાચાર

રાજકોટ, તા.3

જીયુવીએનએલ દ્વારા ચારેય ડિસ્કોમ કંપનીઓમાં "Centralized call center  fault Center management" આઉટસોર્સિંગ એજન્સી દ્વારા નવીન સેલ કાર્યરત કરવા ટેન્ડર પ્રક્રિયા કરવા સામે તેમજ એમજીવીસીએલ કંપની દ્વારા આઉટ સોર્સિંગ ઇલે.આસી. ભરવા ટેન્ડર પ્રક્રિયા પ્રસિદ્ધ કરવા આપેલ સૂચનાઓ સામે કંપનીઓ અને અધિકારીઓના હિતમાં જીયુવીએનએલ,  પીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ અને ડીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે, Centralized call center  fault Center management હેઠળ ઊભા કરેલ આઉટ સોર્સ ફોલ્ટ સેન્ટર ખાતે ફરજ બજાવતા એજન્સીના કર્મચારીઓ/સ્ટાફ કંપનીની કામગીરી તથા વીજ નેટવર્કના અનુભવી ન હોવાથી તેમની સાથે ફરજ બજાવતા કંપનીના કર્મચારીને અકસ્માત થવાનો સંપૂર્ણ ભય રહેલ છે. સેફ્ટીના સાધનો પાસે ન હોવાથી તેમની સાથે કોઈ અઘટિત ઘટના થશે તો કંપનીના કર્મચારીની જવાબદારી ફિક્સ કરવામાં આવશે જેનાથી ટેકનિકલ સ્ટાફમાં ભય અને રોષની લાગણીઓ ફેલાયેલ છે. આઉટસોર્સિંગ એજન્સી દ્વારા નવીન સેલ કાર્યરત કરવા પ્રસિધ્ધ કરેલ ટેન્ડર પ્રક્રિયાના ડ્રાક્ટમાં તથા એમજીવીસીએલ કંપની દ્વારા આઉટસોર્સિંગ ઇલે. આસી. ભરવા ટેન્ડર પ્રક્રિયા પ્રસિધ્ધ કરવા આપેલ ડ્રાફ્ટમાં એજન્સીના સ્ટાફ/કર્મચારીઓ દ્વારા કરવામાં આવનાર કામગીરી તથા તેને સંલગ્ન જવાબદારી ફિક્સ કે અન્ય કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ ન હોય કંપનીના ટેકનિકલ સ્ટાફને કરવાની કામગીરી અને જવાબદારીઓ પરત્વે ભય ફેલાયેલ છે. જીયુવીએનએલ દ્વારા ચારેય ડિસ્કોમ કંપનીઓમાં "Centralized call center  fault Center management"આઉટસોર્સિંગ એજન્સી દ્વારા નવીન સેલ કાર્ય2ત કરવા ટેન્ડર પ્રક્રિયા કરવા સામે સંકલન સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શિત કરાશે.

જેટકો કંપનીના તાબા હેઠળના અમદાવાદ તથા તેની આજુ-બાજુના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં આવતા ખૂબ જ મહત્વના સબ-સ્ટેશનો જે આઉટ સોર્સિંગથી ચલાવાવમાં આવી રહ્યા છે અને સદર સબ- સ્ટેશનોમાં ફરજ બજાવતા કર્મચારીઓ/સ્ફાટ બીનઅનુભવી, અપૂર્ણ લાયકાત અને આર્થિક શોષણ તથા કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સન થવાથી કેબલ ફાયર થવાથી અથવા ફોલ્ટ થવાથી અથવા અન્ય કોઈ કારણથી સબ-સ્ટેશનો અનેકવાર જીરો પાવર થવાથી અનેક ક્ષેત્રે વિવાદ ઊભા થતાં કંપનીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ/અધિકારીઓ ભોગ બનતા હતા. જેથી જેટકો કંપની દ્વારા તાત્કાલિક નિર્ણય લઈ આઉટ સોર્સિંગથી ચાલી રહેલ સબ-સ્ટેશનો કંપનીનો સ્ટાફ ડેપ્યુટેશન પર મૂડી હાલમાં ચલાવાવમાં આવી રહેલ છે. જે સબબ એજીવીકેએસ યુનિયન દ્વારા પણ ન્યાયિક કંપની અને કર્મચારીઓ/ અધિકારીઓના હિતમાં રજૂઆત કરેલ છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj