(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.15
લીંબડી તાલુકાના નટવરગઢ અને શિયાણી ગામથી પસાર થતાં ભોગાવો નદીમાં રેતી ચોરી થતી હોવાની રાવ ઉઠી છે. રેતી ચોરી અટકાવવા ખેડૂત પરિવારે પોલીસ, મામલતદાર, ખનીજ વિભાગમાં રજૂઆત કરી ન્યાયની માગ કરી છે. આમ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરતાં રેત માફિયાઓની હિંમત અને દાદાગીરી વધી રહી છે.
નટવરગઢ-શિયાણી ભોગાવો નદીમાં રેતી માફિયા બેફામ બની રેતી ચોરી કરતાં હોવાની રાવ ઉઠી છે. ભોગાવા કાંઠે ખેતર ધરાવતા ખેડૂતોએ જણાવ્યું હતું કે રેત માફિયાઓ નદી સાથે ખેતરો ખોદીને રેતી ચોરી કરી રહ્યા છે. અમે રોકવાની કોશિશ કરીએ તો અમને મારવાની ઘમકી આપે છે. રેતી ચોરીની ફરિયાદ કરવા પોલીસ મથક, મામલતદાર અને ખાણ ખનીજ વિભાગની કચેરીએ જઈએ છીએ.
પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરતાં રેત માફિયાઓની હિંમત અને દાદાગીરી વધી રહી છે. સમયસર તંત્ર દ્વારા કાર્યવાહી નહીં કરાઈ તો રેત માફિયા ખેતર ખોદી જશે તેવી દહેશત છે. નટવરગઢ અને શિયાણી ગામની નદીમાં તપાસ કરી રેતી ચોરી બંધ કરાવવા માગ કરાઇ રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy