જામનગર જિલ્લામાં 15 દિવસમાં 8 હજારથી વધુ લોકો સામે અટકાયતી પગલા

Local | Jamnagar | 07 May, 2024 | 03:12 PM
સાંજ સમાચાર

જામનગર તા.7: 
રૂપાલાના વિવાદી વિધાનો અને તેના પરિણામે રાજપુત આંદોલનના કાર્યક્રમોની હારમાળા સર્જાઈ જતાં 12-જામનગર વિધાનસભા બેઠકના વિસ્તારમાં આવેલા 1881 મતદાન મથકોમાંથી તંત્રએ અગાઉ ગણેલા સંવેદનશીલ મથકોમાં 65નો વધારો થયો છે. નવા નોંધાયેલા તમામ મતદાન મથકો જામનગર જિલ્લાના જ છે.

દ્વારકા જિલ્લામાં એક પણ વધારાનું સંવેદશીલ મતદાન મથક નોંધાયું નથી. જામનગર માં લોકસભાની ચુંટણી અંતર્ગત અનિચ્છનીય બનાવ ન બને તે માટે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે પોલીસ તંત્ર દ્રારા  છેલ્લા 15 દિવસમાં 8 હજારથી વધુ અલગ-અલગ ગુનાના ગુનેગારો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. તેમજ 1 હજારથી વધુ પ્રોહીબીશનના ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને 1392થી વધુ હથિયારો પોલીસ સ્ટેશને જમા લઈ લીધા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj