અનૈતિક સંબંધની જાણ કુટુંબમાં થઇ જશે તેવા ડરથી

ધારીનાં જીરા ગામે પરિણીતાને કુટુંબી દિયર સાથે પ્રેમ પાંગરતા બંનેએ ઝેરનાં પારખા કર્યા: પરિણીતાનું મોત

Local | Amreli | 26 April, 2024 | 12:37 PM
રાજુલાનાં ચાંચ ગામે પતિ-પત્ની વચ્ચે ઝગડો થતાં પત્નીનો આપઘાત
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ)અમરેલી, તા.26
ધારી તાલુકાના જીરા ગામે રહેતા ભીખુભાઇ તાજુભાઇ ચારોલીયાના પત્નિ સોનલબેનને છ એક મહિનાથી તેના કુટુંબી દિયર સાથે પ્રેમ સબંધ હોય જે સબંધ બાબતે તેના કુટુંબમાં જાણ થઇ જાય તો સમાજમાં આબરૂ જવાનો ડર લાગતા સોનલબેન તથા તેના કુટુંબી દિયર બંન્નેએ ગત  તા. પ/4 ના રોજ ર વાગ્યે ધારી તાલુકાના માધુપુર ગામની સીમમાં ઝાંપલી વિસ્તાર તરીકે ઓળખાતા જંગલ વિસ્તારમાં પોતે-પોતાની મેળે ઝેરી દવા પી લેતા  સોનલબેનને પ્રથમ હડમતીયા ગામે દવાખાને અને ત્યાંથીઅમરેલી ખાનગી હોસ્પીટલમાં અને ત્યાંથી વધુ સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પીટલમાં સારવારમાં ખસેડાયેલ જયાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.
 

પરિણીતાનો આપઘાત 
રાજુલા તાલુકાના ચાંચ પાટડા ગામે રહેતા શાંતાબેન રાજુભાઇ બનુભાઇ ગુજરીયાની દિકરીને ગાલ પચોળા થતા તેમના પતિ રાજુલા દવાખાને ગયેલ અને ત્યાંથી રાજુલા તેમના બેનને ત્યાં ગયેલ અને ત્યાં જમી પરવારતા રાતના દસેક વાગતા મોડું થતા તેમના ઘરે આવતા શાંતાબેનને તેના પતિ સાથે ઝઘડો થયેલ હોય. જે કારણે તેણીને લાગી આવતા તા. ર4 ના રોજ 4/30 ના અરસામાં ભેરાઇ ગામે પોતાની મેળે ગળાફાંસો ખાઇ મરણ ગયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
 

બે વર્ષની કેદ
લીલીયા ગામે આવેલ ક્રિષ્ના શરાફી અને ક્ધઝયુમર્સ સહકારી મંડળી લી.ના સભાસદ ધર્મેશભાઈ રાજેશભાઈ ગોહિલે મંડળીમાંથી લોન લઈ અને હપ્તા નહી ભરતા આખરે ચેક આપલે હતો. બાદમાં મંડળી તરફથી ચેક બેંકમાં નખાતા તે ચેક અપુરતા  બેલેન્સના કારણે પરત  ફરેલ હતો. આથી મંડળીએ લીલીયા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટે જરૂરી આધાર પુરાવા અને દલી ને ગ્રાહ્ય રાખી આરોપીને બે વર્ષની જેલ લોનની રકમ રૂા.100613, તેમજ તેટલી જ રકમ રૂા 100613નો દંડ ચૂકવવા આદેશ કરાયો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj