બોટાદમાં હાથ-પગમાં ફ્રેકચર હોવા છતાં દિનેશભાઈ ચૌહાણે ગૌરવભેર મતદાન કર્યું

Local | Botad | 08 May, 2024 | 10:35 AM
સાંજ સમાચાર

બોટાદ,તા.8
લોકશાહીનો મહાઉત્સવ હરકોઈ માટે પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવાનો અનેરો અવસર છે. ત્યારે આજે મતદાનના દિવસે ઠેક ઠેકાણે મતદારોનો ગજબ ઉત્સાહ જોવા મળ્યો હતો. દેશના જવાબદાર નાગરિકની જેમ આગળ આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

અશક્ત-દિવ્યાંગ-વયોવૃદ્ધ મતદારો પણ ઉત્સાહના માહોલમાં જોવા મળ્યા હતા. ત્યારે બોટાદમાં દિનેશભાઈ ચૌહાણે હાથ અને પગમાં ફ્રેક્ચર હોવા છતા મતદાન કર્યું હતું.

અકસ્માતમાં દિનેશભાઈ ઈજાગ્રસ્ત થયા હતા છતાં ઉલ્લાસભેર મતદાન કરી નાગરિક ધર્મ નિભાવ્યો હતો. આ તકે મતદાન મથક ખાતે ફરજ બજાવનારા કર્મયોગીઓ પણ ખૂબ જ સહયોગી થયા હતા.(તસ્વીર: રીમલ બગડીયા (બોટાદ)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj