અમરેલી, તા. 25
અમરેલી જિલ્લા સહિત રાજયભરમાંથી અવારનવાર બનાવટી તબીબ, દૂધ, ઘી, માવો, સરકરી કચેરીઓ અને સરકારી અધિકારીઓ ઝડપાઈ રહૃાા છે. તેવા સમયે બાબરા પંથકમાં બનાવટી તંબાકુ, બીડી અને સિગારેટનું વેચાણ થતું હોવાની ચર્ચાએ જોર પકડેલ હોય જવાબદાર વિભાગ ઘ્વારા તપાસ થાય તેવું વ્યસનીઅઓ ઈચ્છી રહૃાા છે.
એક તરફ તંબાકુ, બીડી, સિગારેટનું સેવન કરવું એ આરોગ્ય માટે હાનીકારક છે. કારણ કે તેમના સેવનથી કેન્સર જેવી જીવલેણબીમારી થવાની સંભાવના વધી જતી હોય છે અને હવે તેમાં પણ બનાવટનું દુષણ ચર્ચામાં આવેલ છે.બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પાન-બીડીની દુકાનોમાં વેચાણ થતી તંબાકુનાં વિવિધ ઉત્પાદનોમાં હલ્કી ગુણવત્તાની તંબાકુનો ઉપયોગ થતો હોય છે અને અમુક કિસ્સામાં નાની કંપનીઓનાં નામે બનાવટી બીડી, તંબાકુ અને સિગારેટનું વેચાણ થઈ રહૃાું હોય વ્યસનીઓ આરોગ્યને જોખમમાં મુકીને તંબાકુ ઉત્પાદનનું સેવન કરતા હોય અને તેમાં પણ બનાવટ થતાં વ્યસનીઓની ચિંતા વધી છે. તેવા સમયે જવાબદાર વિભાગનાં અધિકારીઓ તટસ્થ તપાસ કરે તેવી માંગ ઉભી થઈ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy