ઉપલેટા ખાતે પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા બાપુના બાવલા ચોકમાં રાવટી નાખી ખૂબજ રાહતદરે ફુલ સ્કેપના ચોપડાનું દર વર્ષની જેમ વિતરણ કરવામાં આવેલ જેનો શહેરના વિદ્યાર્થીઓએ બહોળા પ્રમાણમાં લાભ લીધેલ હતો. આ ટ્રસ્ટના યુવાનો દ્વારા મેગા મેડીકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ નવરાત્રી દરમ્યાન રાસ ગરબા સહિતના બીજા અન્ય પણ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવે છે. આ તકે જીલ્લા બેંકના ડીરેકટર હરીભાઈ ઠુંમર (ભોલે), કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઈ ઝાલાવડીયા, લેઉઆ પટેલ સમાજના પ્રમુખ અને પુર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા, ગુજરાત કિસાનસભાના પ્રમુખ ડાયાલાલ ગજેરા, હરસુખભાઈ સોજીત્રા સહીતના આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના યુવા પ્રમુખ ઉતમભાઈ ઠુંમરના માર્ગદર્શન નીચે યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
(તસ્વીર: નિલમ રાઠોડ, અહેવાલ: ભોલુ રાઠોડ, ઉપલેટા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy