રાજકોટ, તા. 18
ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની હાડમારી શરૂ થવા પામી છે. જેને અનુલક્ષીને પાણીની તંગીવાળા ગ્રામ્ય વિસ્તારોને ટેન્કરો મારફતે પીવાના પાણીનું વિતરણ શરૂ કરી દેવામાં આવેલ છે.
જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આ અંગે જણાવ્યું હતું કે, જિલ્લાના ઢેઢુકી, અનીડાવાછરા, જુના રાજપીપળા, ખોખડદળ, નવી ખોખરી, મહિકા, અમરગઢ, ભીચરી સહિતના આઠથી વધુ ગામોમાં ટેન્કરોના પ7 ફેરા મારફત પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં જયાં જરૂર જણાય ત્યાં પીવાના પાણીના ટેન્કરો શરૂ કરવાની સત્તા પ્રાંત અધિકારીને આપવામાં આવી છે.
તેઓએ જણાવ્યું હતું કે જિલ્લાના જળાશયોમાં જરૂર જણાય તો પાણી ઉપાડ પર પ્રતિબંધ ફરમાવાશે પણ હજુ આ અંગેની કોઇ આવશ્યકતા જણાતી નથી. તેઓએ વિશેષમાં એવું પણ જણાવ્યું હતું કે ચૂંટણીની કામગીરીના કારણે પાણી સમિતિની મીટીંગ હજુ મળી શકેલ નથી. જોકે આ અંગેનો માસ્ટર પ્લાન તૈયાર કરી દેવામાં આવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy