વેરાવળ સિવિલ હોસ્પિટલની જિલ્લા કલેક્ટરે સરપ્રાઇઝ વિઝિટ કરી: દર્દીઓને મળ્યા

Local | Veraval | 26 April, 2024 | 11:00 AM
આરોગ્ય સેવાની ચકાસણી કરી જરૂરી સુચનાઓ આપી
સાંજ સમાચાર

વેરાવળ, તા.26 જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ વેરાવળ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ હોસ્પિટલની અચાનક મુલાકાત લીધી હતી. વિશ્ર્વ મેલેરિયા દિવસના ઉપલક્ષમાં યોજાયેલ સાયકલ રેલી અંતર્ગત કલેક્ટર સાયકલ ચલાવતાં-ચલાવતાં સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે આકસ્મિક રીતે સિવિલ હોસ્પિટલમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર સાથે પહોંચીને અચાનક સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ સેવાઓની ચકાસણી કરી હતી. તેમણે વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીઓના ક્ષેમકુશળ પૂછીને તંત્ર દ્વારા આપવામાં આવતી સારવારની વિગતો મેળવી હતી. તેમણે દર્દીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ પડે નહીં અને ત્વરિત સારવાર મળી રહે તેવી વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે ડોક્ટર્સને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. આ મુલાકાત દરમ્યાન અધિક નિવાસી કલેક્ટર આર.જી.આલ, પ્રાંત અધિકારી વિનોદ જોષી, જિલ્લા પુરવઠા અધિકારી એન.બી.મોદી, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અરુણ રોય, ડેપ્યુટી કલેકટર-1 ભૂમિકાબેન વાટલીયા, વેરાવળ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. જીગ્નેશ પરમાર, આર.એમ.ઓ.. ડો. પી.બી.નારિયા સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj