સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારના તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરતા જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગિરીશ પંડ્યા

Local | Surendaranagar | 23 April, 2024 | 01:29 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણલોકસભા સામાન્ય ચૂંટણી-2024 મુક્ત, ન્યાયી અને નિર્ભય વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે. 09-સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારના લોકો કોઈપણ પ્રકારના ભય કે લાલચ વગર નિર્ભય બની પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

પુરુષ, મહિલા, યુવા સહિત દરેક વર્ગના મતદારો લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મહત્તમ મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ સંબંધિત અનેક કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે. આજ શ્રેણીમાં જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓ પણ તમામ લોકોને લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બની મહત્તમ મતદાન કરવા લોકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે.

જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગિરીશ પંડ્યાએ તમામ મતદારોને અપીલ કરતા જણાવ્યું હતું કે, 09-સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં આગામી તા.7 મેના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચના આદેશ મુજબ દરેક બુથ પર તમામ મતદારો માટે સુરક્ષાની પુરતી તૈયારીઓ કરવામાં આવી છે. લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને તમામ બુથો પર પુરતા પ્રમાણમાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. આથી તમામ મતદારોને તા.7 મેના રોજ મોટી સંખ્યામાં મતદાન મથક પર જઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટેની વ્યવસ્થા વિશેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, પોલીસ કર્મચારીઓ ચૂંટણી ફરજમાં રોકાયેલા હોવા છતાં પણ મહત્તમ મતદાન કરી શકે તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મીઓનું ઈડીસી અને પોસ્ટલ બેલેટ દ્વારા 100% મતદાન થાય એ દિશામાં કાર્યો થઈ રહ્યા છે. આમ ચૂંટણી સંબધિત તમામ તૈયારીઓ માટે જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ છે. વધુમાં તેમણે તમામ મતદારોને પોતાના કામ માંથી થોડો સમય કાઢી અવશ્ય મતદાન કરવા વિનંતી કરી હતી.

લોકસભા સામાન્ય ચૂંટણી-2024ના ગણતરીના દિવસો બાકી છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે સક્રિય કામગીરી સાથે ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે બનતા તમામ પ્રયાસો હાથ ધરાયા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj