બપોરે 12 થી 3 બહાર ન નીકળો : હિટવેવનું જોખમ : મનપાએ ગાઇડલાઇન જાહેર કરી

Gujarat, Saurashtra | Rajkot | 06 May, 2024 | 05:59 PM
કાલથી ભારે તાપની સંભાવના વચ્ચે સતર્ક રહેવું જરૂરી : પાણી પીતા રહો, ચા-કોફી ટાળો : ત્વરીત આપવાની સારવાર અંગે પણ માર્ગદર્શન આપતો આરોગ્ય વિભાગ
સાંજ સમાચાર

રાજકોટ, તા. 6

ઉનાળાની કાળઝાળ ગરમી પડવા લાગી છે અને આવતીકાલથી ફરી હિટવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે   ભારે તાપમાં ઘણી વખત લોકોને લુ લાગી જવા કે હિટ સ્ટ્રોક લાગી જવાનો ખતરો રહે છે. આ સંજોગોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મ્યુનિ. કોર્પો.ની આરોગ્ય શાખાએ ઉનાળામાં અતિશય ગરમી અને હિટવેવથી બચવા માટેનું માર્ગદર્શન જાહેર કર્યુ છે. 

લોકોને વધુને વધુ પાણી પીવા, હાઇડ્રેટ રહેવા, વડીલો અને બાળકોને ખાસ તકેદારી રાખવા તડકાથી બચવા, બપોરે 1ર થી 3 બહાર નીકળવાનું ટાળવાની અપીલ કરવામાં આવી છે. આરોગ્ય શાખાએ શહેરીજનો માટે જાહેર કરેલું માર્ગદર્શન આ મુજબ છે. 

હાઇડ્રેટેડ રહો

► જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીઓ.

► મુસાફરી કરતી વખતે પીવાનું પાણી સાથે રાખો.

► ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરો અને લીંબુ પાણી, છાસ-લસ્સી જેવા ઘરે બનાવેલા પીણાઓનું સેવન કરો

► મોસમી ફળો અને શાકભાજી ખાઓ જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય જેમ કે તરબૂચ, ટેટી, નારંગી, દ્રાક્ષ, અનાનસ, કાકડી, અથવા અન્ય સ્થાનિક રીતે ઉપલબ્ધ ફળો અને શાકભાજી.

શરીરને ઢાંકેલું રાખો

► મહત્તમ શરીર ઢંકાય તેવા પાતળા,ઢીલા,વજનમાં હલકાં, સુતરાઉ વસ્ત્રો ખાસ કરીને હળવા રંગના કપડાં પહેરો.

► તમારૂં માથું ઢાંકેલું રાખો, સૂર્યપ્રકાશનાં સીધા સંપર્કમાં આવવા દરમિયાન છત્રી, ટોપી, ટુવાલ નો ઉપયોગ કરો.

► તડકામાં બહાર જતી વખતે પગમાં ચંપલ અથવા બુટ પહેરો.

સતર્ક રહો

► રેડિયો સાંભળો,ટીવી જુઓ,સ્થાનિક હવામાન સમાચાર માટે અખબાર વાંચો. હવામાનની નવીનતમ અપડેટ ભારતીય હવામાન વિભાગની વેબસાઇટ વિિંાંત://ળફીતફળ.શળમ.લજ્ઞદ.શક્ષપરથી મેળવો.

બને તેટલું ઘરની અંદર રહો

► હવાની અવરજવર વાળી સારી વેન્ટિલેટેડ અને ઠંડી જગ્યાએ રહો.

► સીધો સૂર્યપ્રકાશ અને ગરમીના તરંગોને અવરોધિત કરો: દિવસ દરમિયાન બારીઓ અને પડદા બંધરાખો, ખાસ કરીને તમારા ઘરની સૂર્ય તરફ ની બાજુ. ઠંડી હવા આવવા દેવા માટે રાત્રે બારી ખોલો. જો બહાર જવાનું હોય, તો તમારી આઉટડોર એક્ટિવિટીને દિવસના ઠંડા સમય એટલે કે સવાર અને સાંજ સુધી મર્યાદિત કરો

કોના માટે વધુ જોખમકારક છે ?

► નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, બહાર કામ કરતા લોકો, વૃદ્ધ લોકો, અન્ય બીમારી જેવી કે હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશરહોય તેવા લોકોની ખાસ કાળજી લેવી જોઈએ.

અન્ય સાવચેતીઓ

► એકલા રહેતા વૃદ્ધ અથવા બીમાર લોકોની દેખરેખ રાખવી જોઇએ અને તેમના સ્વાસ્થ્યનું દૈનિક ધોરણે નિરીક્ષણ કરવું જોઈએ.

► તમારા ઘરને ઠંડુ રાખો, પડદા, શટર અથવા સનશેડનો ઉપયોગ કરો અને રાત્રે સુતી વખતે બારીઓ ખુલ્લી રાખો.

► શરીરને ઠંડુ કરવા માટે પંખા, ભીના કપડાનો ઉપયોગ કરો.

આટલું ના કરો

► તડકામાં બહાર નીકળવાનું ટાળો. ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યાની વચ્ચે.

► બપોરે બહાર હોય ત્યારે વધુ મહેનતવાળી પ્રવૃત્તિઓ ટાળો.

► ખુલ્લા પગે બહાર ન જાવ.

► ઉનાળાના સૌથી ગરમ સમય દરમ્યાન રસોઈ કરવાનું ટાળો. રસોઈ વિસ્તારમાં હવાની પર્યાપ્ત રીતે અરજવર થાય તે માટે દરવાજા અને બારીઓ ખોલો.

► આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફટ ડ્રિંકસ અથવા મોટી માત્રામાં ખાંડવાળા પીણાં ટાળોજે વાસ્તવમાં, શરીરને વધુ પ્રવાહીની ખોટ તરફ દોરી જાય છે અથવા પેટમાં ખેંચાણ થઈ શકે છે.

► વધુ પ્રોટીનવાળો ખોરાક ટાળો અને વાસી ખોરાક ન ખાઓ.

► પાર્ક કરેલા વાહનમાં બાળકો અથવા પાલતુ પ્રાણીઓને છોડશો નહીં. વાહનની અંદરનું તાપમાન જોખમી બની શકે છે.

હિટ સ્ટ્રોકનાં લક્ષણો

► શરીરનાં તાપમાનમાં વધારો.

► ગભરામણ થવી.

► ઉલટી -ઉબકા થવા.

► પરસેવો બંધ થવો.

► અમુક સંજોગોમાં બેભાન થવું.

હિટ સ્ટ્રોક લાગે ત્યારે શું કરવું

► જો શક્ય હોય તો દર્દીને ઠંડી જગ્યાએ ખસેડો.

► ત્વચાના મોટા ભાગોમાં અથવા કપડાં પર ઠંડુ પાણી લગાવવું.

► વ્યક્તિને શક્ય તેટલો પવન નાખો.

► શક્ય હોય તો ઓ.આર.એસ.નું દ્રાવણ અથવા લીંબુ પાણી આપવું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj