મતદાન મથક પર ડો.ભરત બોઘરા ગરમી પકડી ગયા! વ્યવસ્થા કરાવી

Technology, Gujarat, Politics | Rajkot | 07 May, 2024 | 10:56 AM
મતદારોની લાઈન : કર્મચારીએ મોબાઈલ સામે વાંધો લેતા ખખડાવ્યા
સાંજ સમાચાર

રાજકોટ,તા.7

રાજકોટમાં આજે લોકસભાની ચૂંટણી માટે સવારે ઉત્સાહથી મતદાન શરૂ થયું હતું. ત્યારે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો. ભરત બોઘરા વ્યવસ્થા કરાવવા માટે ‘ગરમી’ પકડી ગયા હતા!

આજે આત્મીય કોલેજ પાસેના બુથ પર સવારે મતદારોની લાઈન લાગી હતી. આ સમયે ડો. બોઘરાએ કામગીરી ઝડપથી આગળ ધપાવવા અને મતદારોને વધુ સમય લાઈનમાં ઉભું રહેવું ન પડે તે જોવા સૂચના આપી હતી.

 ડો. બોઘરા પાસે પાસ અને મોબાઈલ ફોન હતા. જેથી એક કર્મચારીએ વાંધો લેતા તેમની પાસે મંજૂરી હોવાનું જણાવી ‘શું તમે વિદેશથી આવ્યા છો’ તેવો સવાલ કરી લીધો હતો! મતદાન શાંતિથી ચાલતું રહ્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj