રાજકોટ, તા.6
ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદ અને રીટાયર્ડ ઈન્સ્યુરન્સ એમ્પ્લોઈઝ ફ્રેટરનિટી એન્ડ વેલ્ફેર એસોસિએશન (એલ.આઈ.સી.) દ્વારા રિટાયર્ડ કલાસ-1 ઓફીસર માટે ગત તા.30 ના રોજ "હેલ્થ ટોક"નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદના નિષ્ણાંત ’ગેસ્ટ્રોલોજીસ્ટ અને હિપેટોલોજીસ્ટ’ ડો. હાર્દિક કોટેચા અને ’પેઈન મેનેજમેન્ટ’ સ્પેશ્યાલીસ્ટ ડો. મિલન મહેતા દ્વારા હેલ્થ રીલેટેડ પ્રોબ્લેમ્સ માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ’હેલ્થ ટોક’થી લોકોને તેમના હેલ્થ રીલેટેડ પ્રશ્ર્નોેના જવાબ, યોગ્ય માર્ગદર્શન સાથે મળેલ અને ખોટી માન્યતાઓનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
તદ્પરાંત ગત તા. 27 ના રોજ નિષ્ણાંત ડો. મોનાબેન શાહ સ્ત્રીરોગ કેન્સર તજજ્ઞ દ્વારા ’નિરાલી રીસોર્ટ’ ખાતે બહોળી સંખ્યામાં બહેનોએ હેલ્થ ટોકનો લાભ લીધેલ તથા તેમને મુંઝવતા પ્રશ્ર્નોેનો યોગ્ય જવાબ મેળવી ઝાયડસ કેન્સર હોસ્પિટલ, અમદાવાદનો આભાર વ્યકત કરેલ છે. જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ મીડટાઉન લેડીઝ વિંગ-સંગીની, પ્રેસીડેન્ટ પ્રિતીબેન જી. શાહ તેમજ સેજલબેન શાહના સહયોગથી આ "હેલ્થ ટોક"નું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. ઝાયડસ સુપર સ્પેશ્યાલીટી ઓપીડી સેન્ટર 101, ટાઈમ્સ સ્કેવર-2, અયોધ્યા સર્કલ, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે કાર્યરત છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy