વંથલીના સાંતલપુર ધાર ગામે દારૂડીયાનો દંપતિ પર હુમલો: કુહાડી-છરી મારી માથા ફોડી નાખ્યા

Crime | Junagadh | 16 April, 2024 | 11:44 AM
પતિને બચાવવા દોડેલી પત્નીને છરી મારી લોહીલુહાણ કરી
સાંજ સમાચાર

જુનાગઢ તા.16
વંથલીના સાંતલપુર ધાર ખાતે એક દારૂડીયાએ ફરીયાદીના ઘરે આવી બહાર તોડફોડ કરતા તેને ઘરે જનાર હોવાનું કહેતા આરોપીએ ગાળો ભાંડી કુહાડી માથામાં ઝીંકી દેતા વચ્ચે પડેલી પત્નિના માથામાં છરી મારી હાથમાં પણ છરી હુલાવ્યાની ફરીયાદ નોંધાઈ છે.

સાંતલપુર ધાર ખાતે રહેતા ફરીયાદી ગુલમામદભાઈ જુમાભાઈ કેવર (ઉ.35)ના ઘરે તા.14-4ની રાત્રીના 8-30 કલાકે આરોપી અનવર કરીમ જુણેજા રે.સાંતલપુર ધાર વાળો ઘરે દારૂ પીને આવી ઘરની બહાર તોડફોડ કરતો હોય જેથી તોડફોડ કરવાની ના પાડતા આરોપી અનવરે કુહાડીનો ઘા ગુલમહમદના માથામાં મારી લોહીલોહાણ કરી દેતા વચ્ચે છોડાવવા પડેલ ગુલમામદભાઈના પત્નિ રહેમતબેનના માથામાં અને હાથમાં છરીના ઘા મારી દીધાની ફરીયાદ વંથલી પોલીસમાં નોંધાતા વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે.

સગીરાનું અપહરણ
ડેરવાણના રહીશ હાલ ચોકી રહેતા શખ્સની 16 વર્ષ 4 માસ વાળી દિકરીને આરોપીઓ પરદેશીકુમાર ઉર્ફે રોકી સુરેશ પાસવાન અને પપ્પુકુમાર સાહો યાદવ ગત તા.14-4ની મોડી રાત્રીના લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયાની ફરીયાદ તાલુકા પોલીસમાં નોંધાવતા પીએસઆઈ જે.ડી. દેસાઈએ તપાસ હાથ ધરી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj