(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.9
સોશિયલ મીડિયામાં ચિટિંગના કેસો વધવા લાગ્યા છે. ત્યારે પ્રદેશ લોકસભાના સંયોજકના નામનું ડુપ્લિકેટ ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવતા ચકચાર ફેલાઇ છે. આથી પ્રદેશ ભાજપના સંયોજક દ્વારા સોશિયલ મીડિયામાં કોઈ પૈસાનો આર્થિક વ્યવહાર ન કરવાનું જણાવવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયા દ્વારા છેતરપિંડી કરવા લુખ્ખા તત્વો દ્વારા અવનવા કીમિયા અજવામા આવે છે. ત્યારે ગુજરાત ભાજપના પૂર્વ મંત્રી અને લોકસભાના પ્રદેશ સંયોજક આઈ.કે. જાડેજાના ફોટા સાથેનું ડુપ્લિકેટ ફેસબુક એકાઉન્ટ બનાવીને તેમના સહયોગી અને મિત્રો પાસે પૈસા માટે મદદના મેસેજ કરાતા હતા.
આ ડુપ્લિકેટ ફેસબુક એકાઉન્ટની જાણકારી મળતા આઈ.કે. જાડેજા દ્વારા સોશિયલ મીડિયામાં મેસેજ કરી કોઈપણ વ્યક્તિને ડુપ્લિકેટ ફેસબુક એકાઉન્ટ દ્વારા પૈસાની કે આર્થિક મદદ કરવાના મેસેજ આવે તો કોઈ પણ જાતનો વ્યવહાર નહીં કરવાનું જણાવામા આવ્યું છે. આમ ડુપ્લિકેટ ફેસબુક એકાઉન્ટ બનાવનાર સામે કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy