અગાઉ દારૂ - જુગારના ગુનામાં પકડાયેલ સમીર સુમરા દેશી તમંચા સાથે ઝડપાયો

Crime | Rajkot | 25 April, 2024 | 05:08 PM
રૂરલ એસઓજી પીઆઈ પારગીના માર્ગદર્શન હેઠળ, પીએસઆઇ મિયાત્રા અને તેમની ટીમની કામગીરી : એએસઆઈ જયવિરસિંહ રાણા, હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા અને અરવિંદભાઇ દાફડાની બાતમી
સાંજ સમાચાર

રાજકોટ, તા.25
રાજકોટ રૂરલ એસઓજીની ટીમે અગાઉ દારૂ - જુગારના ગુનામાં પકડાયેલ સમીર ઉર્ફે સમલો અકબર સુમરા (ઉ.વ.24, રહે. વોરા કોટડા રોડ, ચિસ્તીયા મસ્જિદ પાસે, ગોંડલ) દેશી તમંચા સાથે ઝડપાયો હતો.

રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ, રાજકોટ ગ્રામ્ય જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા ગેર કાયેદસર હથિયારો રાખતા શખ્સો ઉપર કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.શાખાનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન બાતમી મળતા ગોંડલ મોવિયા રોડ ઉપર આવેલ રૂપાવટી ગામ તરફ જવાના રસ્તાના નાકા ઉપર વોચ ગોઠવી સમીરને પકડી પાડી રૂ.5000ની કિંમતની દેશી રિવોલ્વર કબ્જે કરાઈ હતી.

આ કામગીરી રાજકોટ રૂરલ એસઓજી પીઆઈ એફ.એ.પારગી, પીએસઆઈ બી.સી.મિયાત્રા, એએસઆઈ અતુલભાઇ ડાભી, જયવિરસિંહ રાણા, સંજયભાઇ નિરંજની, હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા, અરવિંદભાઇ દાફડા, હિતેષભાઇ અગ્રાવત, અમિતભાઇ કનેરીયા, વિજયભાઇ વેગડ, કોન્સ્ટેબલ શિવરાજભાઇ ખાચર, વિજયગીરી ગૌસ્વામી, રઘુભાઇ ઘેડ, ચિરાગભાઇ કોઠીવાર દ્વારા કરવામાં આવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj