(વિપુલ હિરાણી) ભાવનગર, તા.18 ભાવનગર શહેરના કાળીયાબિડ વિસ્તાર માં અજાણ્યા યુવાનોએ પરષોત્તમ રૂપાલાનું પુતળુ બાળી જાહેરનામાનો ભંગ કરતા પોલીસે જાતે ફરિયાદી બની 20 યુવાનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ભાવનગરમાં રૂપાલા સામે નો વિરોધ યથાવત રહેવા પામ્યો છે. શહેરના કાળીયાબિડ પાણીની ટાંકી વાળા સર્કલમાં આશરે 20 યુવાનો એ પ્રસિધ્ધ કરેલ જાહેરનામાનો ભંગ કરી પરશોત્તમ રૂપાલાનુ પૂતળું બાળી જાહેરનામાનો ભંગ કર્યો હતો, આ બનાવની જાણ નિલમબાગ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, પરંતુ પોલીસને નિહાળી ટોળું વિખરાઈ નાસી જતા પોલીસે 20 અજાણ્યા શખ્સો વિરુદ્ધ જાહેરનામાની કલમ 188 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy