એસટીના આઠ કર્મચારીઓ બીપી અને સાત કર્મચારીઓ ડાયાબીટીસના રોગી

Local | Jamnagar | 16 April, 2024 | 03:15 PM
સાંજ સમાચાર

જામનગર તા.16:

જામનગર એસ.ટી.ડેપો ખાતે યોજાયેલા મેડીકલ ચેકઅપ કેમ્પમાં એસ.ટી.ના 8 કર્મચારીઓને બીપી અને 7 કર્મચારીઓને ડાયાબીટીસની તકલીફ હોવાનું સામે આવતાં તેઓને દવા ચાલુ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જામનગર શહેરમાં આવેલા એસ.ટી. ડેપોમાં  એસ.ટી.ના કર્મચારીઓ માટેનો મેડીકલ કેમ્પ યોજાયો હતો. જેમાં એસ.ટી.ના ડ્રાઈવરો, કંન્ડકટર સહિતના 73 કર્મચારીઓ લાભ લીધો હતો. જેમાં એસ.ટી.ના 8 કર્મચારીઓને બીપીની અને 7 કર્મચારીઓને ડાયાબીટીસની તકલીફ હોવાનું સામે આવતા મેડીકલ ચેકઅપ કેમ્પમાં આવેલા ડોકટરોએ તેઓને બીપી અને ડાયાબીટીસની દવા ચાલુ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત બે માસ પહેલા એસ.ટી.બસના ડ્રાઈવરોના આંખના ચેકઅપનો કેમ્પ યોજાયો હતો. જેમાં 2 ડ્રાઈવરોને આંખના મોતિયો હોવાનું તબીબોએ જણાવ્યું હતું. તેઓને આંખના મોતિયાના ઓપરેશન કરાવવા જણાવાયું હતું.

આજે તા.15ને સોમવારના રોજ કાલાવડ એસ.ટી.ડેપો ખાતે એસટીના કર્મચારીઓ માટે મેડીકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj