લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં યુવા મતદારોથી લઈને વયોવૃધ્ધ, દિવ્યાંગ તેમજ અશક્ત મતદારોએ પણ મતદાનમાં ઉત્સાહપૂર્વક મતદાન કરીને જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી. ચૂંટણી ફરજ પર તૈનાત સહાયકો, સ્ટાફ સહિત સુરક્ષા જવાનો પણ આ મતદારોને મતદાન કરવામાં સહાયતા કરી રહ્યા છે.
ત્યારે 09- સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં આવેલા 60 - દસાડા વિધાનસભામાં સમાવિષ્ટ પાટડી પે સેન્ટર શાળા ખાતેના મતદાન મથકે ચૂંટણી ફરજ પર તૈનાત પોલીસ જવાનોએ મતદાન કરવા આવી પહોંચેલા અશક્ત વયોવૃધ્ધ દાદાને વ્હીલચેરમાં બેસાડી મતદાન કરાવવામાં સહાયતારૂપ થઈ સરાહનીય કામગીરી કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy