લોકસભાની ચૂંટણીના ગરમાવા વચ્ચે ગત વિધાનસભા ચૂંટણીના સોગંદનામા અંગે વિવાદના લબકારા

ગોંડલના ધારાસભ્ય ગીતાબાના ચૂંટણી સોગંદનામા સામે તપાસના આદેશ આપતું ચૂંટણીપંચ

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 23 April, 2024 | 05:12 PM
આવકના સ્ત્રોત અને ખર્ચાના મુદ્દે ખોટી એફીડેવીટ રજૂ કર્યાની એડવોકેટ યતિષ દેસાઈએ કરેલી ફરિયાદના આધારે હવે કલેકટર દ્વારા થશે તપાસ
સાંજ સમાચાર

રાજકોટ તા.23
ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના ચૂંટણી સોગંદનામા સામે એડવોકેટ યતિષ દેસાઈએ કરેલી ફરિયાદના આધારે ચૂંટણીપંચ દ્વારા આ મામલે તપાસ કરવા જિલ્લા કલેકટરને આદેશ કરેલ છે.

 આ પ્રકરણમાં ફરીયાદી યતિષ દેસાઈએ જણાવેલ છે કે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય રહેલ છે અને તેમણે ધારાસભ્યને મળતા પગાર અને ભથ્થા લીધેલ છે પરંતુ ધારાસભ્ય ગીતાબા જાડેજાએ કરેલ સોગંદનામા મુજબ જયરાજસિંહ જાડેજા ઈન્કમટેક્ષ ભરતા નથી. તેમની આવકનો સ્ત્રોત ખેતી બતાવેલ છે. જે ખોટુ છે કારણ કે તેમણે ધારાસભ્યને મળતો પગાર લીધેલ છે.

તેમનો સાચો પાન નંબર એકયુઆઈપીજે 0416 એચ છે. તેમણે ઈન્કમટેક્ષની પાન નંબરની પ્રોફાઈલ ક્રિએટ કરેલ નથી જેનો મતલબ એ થાય છે કે તેણે અત્યાર સુધી કોઈપણ ઓનલાઈન રીટર્ન ભરેલ નથી. ધારાસભ્યને મળતો પગાર ઈન્કમટેક્ષ ભરવાને પાત્ર છે તો તેમણે અત્યાર સુધીના કોઈપણ રીટર્ન ભરેલ નથી? ધારાસભ્ય ગીતાબાએ પણ ડિસેમ્બર 2017થી ધારાસભ્ય છે અને તેમણે પણ પગાર અને ભથ્થાઓ લીધેલ છે.

નાણાકીય વર્ષ 2017-18ની વિગતમાં તેમણે નીલ લખેલું છે. તેમને પાર્ટ-એમાં લખેલુ છે કે તેમણે રીટર્ન ભરેલ છે અને સને 2021-22ની સાલની આવક રૂા.11,58,544 અને પાર્ટ-બીમાં લખેલું છે કે તેમની આવક નીલ છે જે પોતાના જ સોગંદનામાની વિરૂધ્ધ છે તેમની આવકનો સ્ત્રોત ફકત ખેતી દેખાડેલ છે જે ખોટું છે કારણ કે તેમણે ધારાસભ્યને મળતો પગાર લીધેલ છે. તો હકીકતે તેમણે રીટર્ન ભરેલા છે કે નહીં એ વાત જણાવવી જોઈએ.

 ગોંડલના એડવોકેટ યતિશકુમાર દેસાઈએ ચૂંટણીપંચમાં આ અંગે કરેલી ફરીયાદના આધારે ચીફ ઈલેકટ્રોલ ઓફીસર દ્વારા આ પ્રકરણની તપાસ કરવા જીલ્લા કલેકટરને આદેશ આપેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj