રૂપાલા પણ ખબર પૂછવા દોડી ગયા

ચુંટણીનો થાક! સાંસદ રામભાઈ મોકરીયાનું સ્વાસ્થ્ય લથડયું: ન્યુમોનિયાની અસરનો સંકેત

Local | Rajkot | 07 May, 2024 | 05:42 PM
પહેલા આટકોટની પરવાડિયા હોસ્પીટલમાં સારવાર બાદ રાજકોટની ગોકુલ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ
સાંજ સમાચાર

રાજકોટ: રાજકોટ લોકસભા બેઠક પર ભાજપની જીત માટે છેલ્લા ત્રણ માસથી વધુ સમયથી સતત ફિલ્ડમાં રહીને કાર્યરત સાંસદ રામભાઈ મોકરીયાનું સ્વાસ્થ્ય લથડતા તેઓને પહેલા આટકોટની પરવડિયા હોસ્પીટલમાં સારવાર આપવામાં આવી હતી પણ તેમને ન્યુમોનિયાની અસર જણાતા તુર્તજ રાજકોટમાં ગોકુલ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. શ્રી મોકરીયા રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા જેઓ મતદાન માટે અમરેલી ગયા હતા.

તેઓને આવકારવા આટકોટ પહોંચ્યા હતા પણ અચાનક જ તેઓને તાવ ચડતા જ તુર્તજ અહી ભાજપના જ પ્રદેશ પ્રમુખ ભરતભાઈ બોઘરાના પારિવારિક ટ્રસ્ટની અદ્યતન પરવડિયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. શ્રી મોકરીયા સતત ચૂંટણી પ્રચાર સહિતના કામમાં વ્યસ્ત રહ્યા હોવાથી તેઓને થોડા દિવસથી સતત થાક રહેતો હતો અને શરદી-ખાંસીની પણ ફરિયાદ હતી તેમાં આજે તેઓ આટકોટ પાસે પહોંચ્યા પછી સ્વાસ્થ્ય વધુ લથડતા તુર્તજ પરવડિયા ટ્રસ્ટની હોસ્પીટલમાં સારવાર અપાઈ હતી પણ તેઓ પર ન્યુમોનિયાની અસર હોવાનું જણાવતા જ રાજકોટ ખસેડાઈ રહ્યા છે અને તેઓને ગોકુલ હોસ્પીટલમાં દાખલ કરવાની તૈયારી છે. રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર શ્રી રૂપાલાએ પણ રામભાઈના સ્વાસ્થ્યના ખબર પૂછયા હતા અને ઝડપથી સ્વસ્થ થઈ જવાની શુભેચ્છા પાઠવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj