માધવપુર (ઘેડ) ગામને પીજીવીસીએલ તંત્રએ બાનમાં લીધું છે. દિવસભર વીજ પુરવઠો કાપી નાખતા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ગ્રાહકો વૃદ્ધ પેન્શનરો નાણાંની લેવડ-દેવડના અટકી જતા પરેશાનીમાં મુકાયા છે. ગામમાં બેંક સહિત કચેરીઓ, બજારોના વેપારીઓને પાવર મળતો નથી બીજી તરફ ગેરકાયદે ડાયરેકટ જોડાણથી ચાલતી પથ્થર કટીંગ ચકકરડીઓ ચાલી રહી છે. મેળા માટે પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ-ઈજનેરો આવી રહ્યા છે. છતાં ગેરકાયદે વીજ જોડાણો સામે નજર પણ નાખવામાં આવતી નહી હોવાથી ભૂમાફીયાઓ બેફામ બન્યા છે. તેની સાથે કોઈ કાર્યવાહી થતી નથી.
(તસ્વીર: કેશુભાઈ માવદીયા-માધવપુર)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy