સિક્કામાં યોજાયેલી વિરાટ જનસભામાં પૂનમબેનને પ્રચંડ સમર્થન

Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Jamnagar | 25 April, 2024 | 03:11 PM
12 લોકસભાના સાંસદ તથા ઉમેદવાર હાલારના દીકરી પૂનમબેન માડમના પ્રચાર માટે યોજાયેલી જનસભામાં સ્વયંભુ લોકો ઉમટયા: પૂનમબેનને ભવ્ય જીત અપાવી કેન્દ્રમાં મોદી સરકારની હેટ્રીક માટે લોકોમાં દેખાયો ભારે થનગનાટ: 100 ટકા મતદાન ભાજપની તરફેણમાં કરી દેશની પ્રગતિ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ફરી પાંચ વર્ષ માટે રાષ્ટ્રનું સુકાન આપવામાં સહભાગી બનવા પૂનમબેને કરી અપીલ
સાંજ સમાચાર

જામનગર તા.25 
12- જામનગર લોકસભામાં સમાવિષ્ઠ જામનગર તાલુકાના સિક્કા ગામે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. 12 લોકસભાના સાંસદ તથા ભાજપના સતત ત્રીજી વખત ઉમેદવાર બનેલા પૂનમબેન માડમે  નાગરિકો સાથે વિકાસલક્ષી મુદ્દાઓ અંગે સંવાદ કર્યો હતો. આગામી લોકસભા ચૂંટણીમાં 100 ટકા મતદાન કરી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ફરી એકવાર વડાપ્રધાન બનાવવા માટે અપીલ કરી હતી. જનસભામાં ઉપસ્થિત સ્થાનિક લોકો દ્વારા શ્રી પૂનમબેન માડમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ જનસભામાં જિલ્લા ભાજપના અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા, 12 લોકસભા (જામનગર - દ્વારકા) સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ, લોકસભા ઇન્ચાર્જ ડો. વિનોદભાઈ ભડેરી, નિલેશભાઈ ઉદાણી, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, અભિષેક પટવા, પ્રવિણસિંહ જાડેજા, દિલીપસિંહ ચુડાસમા, રણમલભાઈ કાંબલીયા (સિક્કા પ્રભારી), કુમારપાળસિંહ રાણા, દેવુભાઇ ગઢવી (પ્રમુખ સિક્કા શહેર ભાજપ), પ્રકાશ વ્યાસ (મહામંત્રી સિક્કા શહેર ભાજપ), પ્રદીપસિંહ જાડેજા (મહામંત્રી સિક્કા શહેર ભાજપ), રાજીબેન બચુભાઈ પરમાર (પ્રમુખ સિક્કા નગરપાલિકા), શિવપુરી ગોસ્વામી (ઉપપ્રમુખ સિક્કા નગરપાલિકા), જુસબભાઈ બરોયા (ચેરમેન સિક્કા નગરપાલિકા), ડાડાભાઈ અલવાણી (પૂર્વ પ્રમુખ સિક્કા નગરપાલિકા), જુમાભાઇ હુંદડા (પૂર્વ પ્રમુખ સિક્કા નગરપાલિકા), હવાબેન ચમડિયા (પૂર્વ પ્રમુખ સિક્કા નગરપાલિકા), લાલજીભાઈ વ્યાસ (પૂર્વ પ્રમુખ સિક્કા શહેર ભાજપ) સહીત કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, સામાજિક અગ્રણીઓ, સમર્થકો, સ્થાનિક નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ જિલ્લા ભાજપ મીડિયા સેલના ક્ધવીનર નરેન્દ્રસિંહ પરમારની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે. ઉપસ્થિત લોકોએ દેશહીતમાં વડાપ્રધાન તરીકે મોદીજીને ત્રીજી વખત દેશનું સુકાન મળે તે માટે પૂનમબેનને જીતાડવા સંકલ્પ લીધો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj