સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાન માટે મતદારોમાં અનેરો ઉત્સાહ

Local | Surendaranagar | 07 May, 2024 | 02:21 PM
મતદાન માટે વહેલી સવારમાં જ ફર્સ્ટ ટાઈમ વોટર પહોંચ્યા વોટ કરવા
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 7
લોકસભાની ચૂંટણી અન્વયે આજે સમગ્ર ગુજરાતની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મતદાન યોજાઇ રહ્યું છે ત્યારે મતદાનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પ્રથમ વાર વોટ આપી રહ્યા છે તેવા યુવા મતદારો વિશેષ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. મતદાન મથકોએ ફર્સ્ટ ટાઈમ વોટર વહેલી સવારથી જ પરિવાર સાથે મતદાન કરવા માટે આવી રહ્યા છે.

એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે આવેલા મતદાન ખાતે ફર્સ્ટ ટાઈમ વોટર ઝાલા અસ્મિતાબા વહેલી સવારે પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. વોટ આપીને આનંદિત ચહેરે તેમણે જણાવ્યું કે  આ વખતે હું મારો પ્રથમ વોટ આપી રહી છું. જેનો મને ખૂબ જ આનંદ છે. આજે મેં પહેલી વખત મત આપીને મારી પવિત્ર ફરજ અદા કરી છે. જિલ્લાના તમામ ફર્સ્ટ ટાઈમ વોટરને અપીલ કરતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મજબૂત લોકશાહી માટે મતદાન ખૂબ જરૂરી છે. પહેલીવાર વોટ આપનારા તમામ યુવાનોને મોટી સંખ્યામાં મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ નિભાવવા તેમણે જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં 35,676 નવા યુવા મતદારો નોંધાયા છે. આ યુવા મતદારો લોકસભા સામાન્ય ચૂંટણીમાં પહેલીવાર મતદાન કરી પોતાની પવિત્ર ફરજ નિભાવશે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj