મુંબઈ: 90ના દાયકાની હીરોઈનો લગ્ન અને બાળક થયા બાદ અભિનયમાંથી બ્રેક લઈ લેતી હતી. આનું કારણ લગ્ન થતા જ એકટ્રેસની કેરિયર ખતમ થયાનું વણજાહેર કરેલું ચલણ હતું પણ આજકાલની હીરોઈન ન માત્ર બાળકોના જન્મ બાદ એકટીંગ ચાલુ રાખે છે, બલકે પ્રેગ્નન્સી દરમિયાન શુટીંગ અને પ્રમોશન પણ કરે છે.
કરીનાકપુરે સૈફઅલીખાન સાથે લગ્ન કર્યા પછી પણ શુટીંગ ચાલુ રાખ્યુ હતું, આટલું જ નહી તેણે બન્ને બાળકો તૈમુર અને જેહના જન્મ બાદ પણ એકટીંગ ચાલુ રાખી હતી અને સારું પર્ફોર્મન્સ આપી રહી છે. તૈમુરના જન્મ બાદ કરીનાએ ‘વીરે દી વેડીંગ’ ‘અંગ્રેજી મીડીયમ’, જયારે જેહના જન્મ બાદ ‘લાલસિંહ ચઢ્ઢા’ જેવી ફિલ્મો કરી હતી.
તો વર્ષ 2022માં આલિયા અને રણબીર કપુરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશનમાં આલિયા પહોંચી તો તેના આઉટ ફિટ પર ‘બેબી ઓન બોર્ડ’ લખેલું હતું. ખરેખર તો ત્યારે આલિયા પ્રેગ્નન્ટ હતી. દીકરી રાહાના જન્મના કેટલાક મહિના બાદ આલિયા ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ફિલ્મના શુટીંગ માટે કાશ્મીર પહોંચી હતી.
માત્ર આલિયા જ નહીં, પ્રિયંકા ચોપરાએ પણ દીકરીના જન્મ બાદ એકિટંગમાં જોરદાર વાપસી કરી હતી. સોનાલી બેન્દ્રે કહે છે કે મેં મારા બાળકના જન્મ બાદ એકટીંગથી બ્રેક લીધો હતો.
કારણ કે હું બાળકની સાથે સમય વીતાવવા ઈચ્છતી હતી. આજની હીરોઈનોને જે રીતે લગ્ન અને બાળક થયા પછી તરત રોલ મળી રહ્યા છે ત્યારે તે નહોતા મળતા. આ પરિવર્તનથી હું ખુશ છું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy