જુનાગઢ તા.4
મેંદરડા ખાતે રહેતા શખ્સનો પુત્ર ચોરી કરવાની ટેવ વાળો હોવાથી નાછૂટકે પિતાએ તેને ઘરમાંથી કાઢી મુકતા કપુતે અન્ય બે સાગ્રીતોનો સહારો લઈ પિતાના ઘરે આવી લોખંડના ધારીયા વડે હુમલો કરી પિતા સહિતનાઓ પર છુટા પથ્થરોના ઘા ઝીંકી ઈજા કર્યાની ભેંસાણ પોલીસમાં પિતાએ ફરીયાદ નોંધાવી છે.
મેંદપરા ગામે રહેતા ગભરૂભાઈ કુકાભાઈ વાડદોરીયા (ઉ.47)નો પુત્ર ભરત ગભરૂ ચોરીના રવાડે ચડી ગયેલ હોય જેથી તેને ઘરમાંથી નછુટકે કાઢી મુકેલ હોય તે મનદુ:ખમાં કપુત ભરતે ગત તા.2ની રાત્રીના 9 કલાકે તેના સાગ્રીતો પિન્ટુ મનસુખ વાડદોરીયા, સુરેશ મનસુખ વાડદોરીયાને લઈ ઘરે આવી લોખંડના ધારીયા વડે હુમલો કરી પિતાને તથા અન્ય સાહેદોને પણ ઈજા કરી હતી. બાદ છુટ્ટા પથ્થરના ઘા મારી ઈજાઓ કરી ભાગી છુટયા હતા.
પિતાએ કપુત સહિત ત્રણ સામે ભેંસાણ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy