જૂનાગઢ, તા.6
જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ અંગદાન થયું છે. સમગ્ર વિગતો એવી છે કે, 57 વર્ષના ઉર્મિલાબેન ઝાલા જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારી તરીકે કાર્યરત હતા. તેઓને હાઈ બ્લડ પ્રેશરની તકલીફના કારણે બ્રેઇન હેમરેજ થતા જુનાગઢ સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલ જુનાગઢની બ્રેઇન ડેથ ડિકલેરેશન કમિટીએ ગાઇડલાઇન્સ અનુસાર તેઓને બ્રેઇન ડેડ ડિક્લેર કર્યા બાદ તેમના પુત્ર એ તેઓના અંગોનું દાન કરવાની સંમતિ આપેલ હતી.
સ્વજનના દ્વારા અંગદાનની સંમતિ મળતા હોસ્પિટલની ટીમે અંગોના રીટ્રાવેલની પ્રક્રિયા આરંભી. સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનું દાન મળ્યું. તથા બંને કોર્નિયા (આંખની કીકી)નું દાન કરવામાં આવેલ હતું. અંગદાનમાં મળેલા અંગોમાથી લીવર તથા બંને કિડની અમદાવાદ સ્થિત CIMS હોસ્પિટલની મેડિકલ ટીમ દ્વારા લઈ જવામાં આવેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy