નવીદિલ્હી,તા.19
ભારતે ફિલીપાઈન્સને બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલોનો પુરવઠો પહોંચાડવાનું શરૂ કરી દીધું છે. જે અંતર્ગત બ્રહ્મોસ સુપર સોનિક મિસાઈલોનો પહેલો સેટ ફિલીપાઈન્સ રવાના કરી દીધો છે. બન્ને દેશો વચ્ચે વર્ષ 2022માં આ હથીયાર પ્રણાલીને લઈને 375 મિલીયન અમેરિકી ડોલરમાં સોદો થયો હતો.
ભારતીય વાયુસેના (આઈએએફ) મિસાઈલોની પોતાનું સી-17 ગ્લોબ માસ્ટર માલવાહક વિમાન ફિલીપાઈન્સ મોકલી રહ્યું છે. ફિલીપાઈન્સ સાથે આ ડીલ ત્યારે બની છે જયારે દક્ષિણ ચીન સાગરમાં સતત થતી અથડામણોના કારણે તેનો ચીન સામે તનાવ વધી રહ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy