પહેલીવાર વડાપ્રધાનને જોઈ બાળકી મળવા માટે થઈ ઉત્સુક: રેલિંગ કૂદી ચિન્કી ત્રિવેદી મોદીદાદાને મળી

Gujarat, Saurashtra, Lok Sabha Election 2024 | Ahmedabad | 07 May, 2024 | 05:33 PM
વડાપ્રધાનએ બાળકીના માથે હાથ ફેરવી વ્હાલ વરસાવ્યો
સાંજ સમાચાર

અમદાવાદના રાણીપની નિશાન સ્કુલમાં પીએમ નરેન્દ્ર મોદીએ સવારે મતદાન કર્યું હતું. વડાપ્રધાન મોદી મતદાન મથકે પહોંચ્યા તે પહેલા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પહેલીવાર કેસરી કોટી પહેરીને મતદાન કરવા પહોંચેલા નરેન્દ્ર મોદીને મળવા માટેનો ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો હતો.

આ દરમ્યાન ભીડમાં હાજર નાની બાળકી પહેલીવાર કેસરી કોટી પહેરીને મતદાન કરવા પહોંચેલા નરેન્દ્ર મોદીને મળવા માટેનો પોતાનો ઉત્સાહ રોકી ન શકી. ચિન્કી ત્રિવેદી નામની આ માસુમ બાળકી રેલિંગ કુદીને વડાપ્રધાનને મળવા પહોંચી હતી એ સમયે વડાપ્રધાનના બ્લેક કમાન્ડોએ તેને રોકી પણ હતી. જો કે તરતજ મોદીની આ બાળકી પર નજર જતાં જ તેને પોતાની પાસે બોલાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકીના માથે વહાલથી હાથ ફેરવીને તેનું નામ અને તેણી કઈ સ્કુલમાં અભ્યાસ કરે છે તેવી વાતચીત કરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj