વેરાવળ તા.6
વેરાવળમાંથી માછીમારી કરવા માટે અરબી સમુદ્રમાં ગયેલ એક ફિશીંગ બોટમાં મધદરિયે કામગીરી કરી રહેલ ખલાસી કેલિગાના કેરી, દેવગી, ઉત્તર કન્નડનો આશરે 34 વર્ષનો માછીમાર લપસીને નીચે પટકાતા પડી ગયો હતો. જેના કારણે તેનું માથું જમીનમાં અથડાતા અથડાતા માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી.
આ ઘટના બન્યા બાદ ફિશીંગ બોટના કેપ્ટને ભારતીય કોસ્ટગાર્ડને ફોન કર્યો અને ઈમરજન્સી સર્વિસ 108 ને ફોન કરીને ઘટનાની જાણ કરી મદદ માંગી હતી. જેને લઈ વેરાવળ 108 સેવા ટીમના ઇએમટી ગોવિંદા ભગત અને પાયલોટ ભરત નાઘેરા એમ્બ્યુલન્સ સાથે તરત જ ભારતીય કોસ્ટગાર્ડ જેટી ઉપર દોડી ગયા હતા. ત્યારે જાણવા મળેલ કે દર્દી હજુ પણ દરિયામાં છે.
જ્યારે ઇજાગ્રસ્ત ખલાસીને કોસ્ટગાર્ડની બોટમાં બંદરની જેટીએ કિનારે લાવવામાં આવ્યો ત્યારે ખાસો સમય પસાર થઈ ગયો હતો. જેથી 108 ના ગોવિંદા ભગતે તાત્કાલિક પ્રાથમિક તપાસ કરતા જાણવા મળેલ કે, ખલાસીને માથામાં ગંભીર ઈજા થઈ હોવાની સાથે સમય પણ પસાર થઈ ગયો હતો.
જેથી તરત જ 108 સેન્ટરમાં બેઠેલા તબીબ સાથે ટેલિફોનીક ઉપર વાત કરીને તેમની સલાહ મુજબ ઇજાગ્રસ્ત ખલાસીને જરૂરી સારવાર આપી ત્વરીત વેરાવળ સરકારી હોસ્પિટલે ખસેડેલ હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy