જામજોધપુરના હોથીજી ખડબા ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

Local | Jamnagar | 16 April, 2024 | 12:47 PM
રૂ.96270ની રોકડ કબ્જે કરતી પોલીસ
સાંજ સમાચાર

(ભરત ગોહેલ દ્વારા) જામજોધપુર તા.16

જામજોધપુર તાલુકાના હોથીજી ખડબા ગામે જુગાર રમતા પાંચ શખ્સોને રૂ.96270ની રોકડ સાથે પોલીસે ઝડપી પાડયા હતા.

જામજોધપુરનાં પો.સબ.ઈન્સ. એમ.એલ.ઓડેદરા તથા પોલીસ સ્ટાફના કૌશીક કામરીયા જીતેશ વસરા તથા મયુરસિંહ જાડેજાને મળેલ ચોકકસ બાતમીના આધારે હોથીજી ખડબા ગામની સીમમાં આ દરોડા પાડવામાં આવ્યો હતો. આ સમયે જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમતા કરશનભાઈ લાખાભાઈ હરડાજણી, દિલીપભાઈ ઉર્ફે મુનાભાઈ પ્રભાશંકર વ્યાસા, સવદાસભાઈ દાનાભાઈ બરાઈ, દેવીયાભાઈ જેસાભાઈ મસુરા અને મહેશભાઈ નાથાભાઈ બરાઈને ઝડપી લીધા હતા.

પોલીસે જુગારના સ્થળેથી રૂા.96270ની રોકડ ઉપરાંત મોબાઈલ ફોન અને વાહન મળી કુલ રૂા.2,31,270ની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj