(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 8
સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપર દિન પ્રતિદિન અકસ્માતો ની ઘટનાઓ વધી રહી છે અને વાહનોના ચાલકો પોતાના વાહનોની સ્પીડમાં બેફામ રીતે ચલાવી અને અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે હાલમાં ઉનાળો અને આકરા તાપમાનમાં આવા વાહનો હાઇવે ઉપર પસાર થતા હોય છે અને હાઇવે ઉપર પણ ગરમીના કારણે રોડ રસ્તા ઉપર પણ ગરમી જોવા મળતી હોય છે.
ત્યારે વાહનોના ટાયર પણ ગરમ થઇ જતા હોય છે ત્યારે આવી જ રીતે કારનું ટાયર ફાટતા પાંચ વ્યક્તિઓને ઈજા થવા પામી હત સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી હાઈ-વે પર કટારિયા ગામના બોર્ડ નજીક પૂરઝડપે જતી કારનું ટાયર ફાટતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી. કાર પલટી ખાઈ જતાં રાહદારીઓ અને વાહનચાલકો દોડી આવ્યા હતા. કારમાં ફસાયેલા બળોલ ગામના કિરીટભાઈ ચંદુભાઈ પરમાર, ભરતભાઈ પરમાર, મોરબીના સાહિલભાઈ મુકેશભાઈ, પુષ્પરાજભાઈ કિરીટભાઈ ટાપરિયા અને જયદીપભાઈ દિનેશભાઈ ટાપરિયાને બહાર કાઢી સારવાર અર્થે લીંબડીની સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી ઘાયલોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy