પગ ઠારવાનું અનોખુ અભિયાન

વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા પાંચ હજાર જોડી નવા સ્લીપરનું વિતરણ કરાશે

Local | Rajkot | 19 April, 2024 | 03:51 PM
અનોખા અભિયાનનો ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસથી પ્રારંભ કરેલ છે 10 દિવસમાં 1800 જોડી નવા સ્લીપરનું વિતરણ
સાંજ સમાચાર

રાજકોટ:તા 19 
સેવાભાવી સુકાનીઓ પ્રવીણભાઈ ગોસ્વામી અને અનુપમ દોશી સ્લીપર વિતરણ અભિયાન અંગે માહિતી આપતા જણાવે છે કે રાજકોટ શહેરમાં અનેક વિધ સેવાકીય પ્રવૃતિ કરતી રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ સેવા સંસ્થા એવોર્ડ વિજેતા વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા 1998ની સાલથી દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાં જ બળબળતા તાપમાં ઉઘાડા પગે ફરતા નાના બાળકોથી લઈ વડીલોને નવા સ્લીપરનું વિતરણ કરે છે. 

આ વર્ષે પણ ઉનાળાની શરૂઆતમાં જ આકરો તાપ ગરમી પડવાની શરૂઆત થતા સંસ્થા દ્વારા ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસથી માતાજીના આશીર્વાદ થી અભિયાનનો પ્રારંભ કરેલ છે અને સેવાભાવી ક્ષત્રીય અગ્રણી રાજદીપસિંહ જાડેજા (વાવડી), રઘુવંશી અગ્રણી વસંતભાઇ ગાદેશા, ચંદુભાઈ રાયચૂરા, મનુભાઈ મીરાણી, પંકજભાઈ માણેક, સિંગાપુર નિવાસી બિપિનકુમાર શાંતિલાલ પારેખ, મોઢવણીક સમાજના અગ્રણી પ્રકાશભાઈ ગાંગડીયા, જૈન શ્રેષ્ઠી સ્વ. અમૂલખભાઈ સંઘવી પરિવારના સહયોગથી સ્લીપર વિતરણ અભિયાન શરૂ થયાના 10 દિવસમાં 1800 જોડી નવા સ્લીપરનું જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવેલ છે.

સંસ્થાના કાર્યકર્તાઓ દરરોજ સાયકલ-સ્કૂટરમાં નિકડીને બાળકોના, બહેનોના અને ભાઇઓના વિવિધ સાઇઝના સ્લીપર અલગ અલગ થેલામાં ભરીને શહેરના ઉદ્યોગનગર, આજી વસાહત, માર્કેટિંગ યાર્ડ, ગાંધીગ્રામ, રૈયાધાર, દાણાપીઠ, ગોંડલ રોડ, જંકશન પ્લોટ, મવડી રોડ, કાલાવડ રોડ, ભાવનગર રોડ, આજીડેમ વિસ્તાર, કોઠારીયા રોડ, નવા રીંગ રોડ, સહિતના વિસ્તારોમાં તેમજ શહેરની ભાગોળે આવેલા શાપર, મેટોડા, રતનપર, કુવાડવા, માધાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જઈને 5000 જોડી નવા સ્લીપરનું વિતરણ કરશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj