સુરેન્દ્રનગર જીલ્લામાં આવાસ યોજનાનો લાભ લેવા અરજદારોના છેલ્લા બે વર્ષથી કચેરીઓમાં ધકકા

Local | Surendaranagar | 16 April, 2024 | 01:28 PM
છેલ્લા બે વર્ષમાં એક પણ નવા આવાસ બનાવવાની ફાઇલ મંજુર ન થઇ : પાંચ નગરપાલિકાની 3 હજારથી વધુ અરજીઓ સરકારમાં પેન્ડીંગ : સુરેન્દ્રનગર પાલિકામાં 708 જેટલી અરજીઓ પેન્ડીંગ
સાંજ સમાચાર

વઢવાણ, તા. 16
ગુજરાત રાજ્યમાં સૌ કોઈ લોકોને પોતાનું ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે જેમાં નગરપાલિકા હસ્તક જે લોકોને પોતાનું ઘર ન હોય તેવા લોકોને ઘરનું ઘર મળી રહે અને તેને કાચું મકાન હોય તેને બાંધકામ નવું થાય અને પોતાનું પાકું મકાન મળી રહે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કરવામાં આવી છે ત્યારે એક આંકડાકીય માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં દસ લાખ જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સરકાર દ્વારા ઘર બનાવવામાં આવ્યા છે અને લોકોની સુવિધામાં વધારો પણ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અનેક લોકોને આવાસ યોજના અંતર્ગત પોતાનું ઘર મળ્યું છે અને અનેક લોકોને પાકા મકાનો બનાવવા માટે સરકારે 3.50 લાખ રૂપિયાની સહાય ચૂકવી છે અને તેના હપ્તા પણ ચૂકવી આપ્યા છે પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતની કામગીરી બંધ છે નવા એક પણ મકાનની ફાઈલ પાસ કરવામાં આવી નથી તંત્રને અરજી જરૂર મળે છે પરંતુ આ અરજીઓનો નિકાલ થતો નથી. ગાંધીનગર સુધી અરજીઓ જાય છે ત્યારે જે જિલ્લા વાસીઓ દ્વારા પાકા મકાનો બનાવવા અને આવાસ યોજનાનો લાભ લેવા ફોર્મ ભર્યા હોય છે તે ગાંધીનગર સુધી જાય છે પરંતુ પાસ ન થતા હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે.

અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષથી આ કામગીરી બંધ હાલતમાં છે તેને લઈને કાચા મકાનો પાકા બનાવવા હોય તેવા અરજદારો સરકારી લાભ લેવા માટે અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા માટે નગરપાલિકા ખાતે ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ જવાબ એક જ મળે છે કે તમારી ફાઈલ ગાંધીનગર પહોંચી ગઈ છે હવે પરત આવશે ત્યારે આગળ કામ થશે ત્યારે ગાંધીનગરથી ક્યારે ફાઈલ પરત આવશે તેનો સમય ગાળો અત્યારે કોઈ નિશ્ચિત ન હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે છેલ્લા બે વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામો સુરેન્દ્રનગરમાં બંધ હાલતમાં હોવાના કારણે પેન્ડિંગ અરજીઓ ની સંખ્યામાં પણ વધારો થયો છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં 3 હજાર થી વધુ અરજીઓ ગાંધીનગરમાં હાલમાં પેન્ડિંગ હાલતમાં પડી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જે પૈકી સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાની જ ફક્ત 594 જેટલી અરજીઓ આવાસ યોજનામાં લાભાર્થીઓની ગાંધીનગર ટેબલ ઉપર પડી છે ત્યારે હવે તો વિધાનસભાની ચૂંટણી પણ પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે હવે આ લાભાર્થીઓ પાકા મકાન માટે અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભો માટે રાહ જોઈ રહ્યા છે ચૂંટણી પહેલા નેતાઓ દ્વારા જે વચનો આપવામાં આવ્યા હતા તે હવે પુરા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

સરકારી યોજનાનો લાભ લેવા અરજદારો છેલ્લા બે વર્ષથી કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યા છે
નગરપાલિકા વિસ્તારમાં આવતા આવા મકાનો બનાવવા અને પ્રધાનમંત્રી યોજના નો લાભ લેવા માટે અરજદારો પાલિકામાં ધક્કા ખાતા હોય છે છેલ્લા બે વર્ષથી આ સ્કીમ બંધ હોવાના કારણે સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ નગરપાલિકાની 3,000 થી વધુ અરજીઓ સરકારમાં પેન્ડિંગ પડી છે ત્યારે ગ્રામીણ લેવલના લોકો ડીઆરડીએ માં અરજી કરી અને આ યોજનાનો લાભ લેવા માટેના પ્રયત્નો છેલ્લા બે વર્ષથી કરી રહ્યા છે બીજી તરફ પાલિકા વિસ્તારમાં આવતી જગ્યામાં મકાન બનાવવા માટે શહેરી વિસ્તારના લોકો પાલિકામાં ધક્કા ખાઈ રહ્યા છે તાત્કાલિક આ યોજના શરૂ કરવામાં આવે તેવી માંગણી સ્થાનિક લોકોની પણ ઉઠી છે.

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાને છેલ્લા બે વર્ષમાં આવાસ યોજનાનો લાભ લેવા માટે 594 અરજીઓ મળી : એક પણ અરજીનો હજુ નિકાલ નથી થયો
સરકાર દ્વારા નવીનતમ અભિગમ એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના લોકોને પોતાનું પાકું મકાન મળી રહે અને કોઈ રસ્તા ઉપર ન સુવે તે માટે સરકાર સતત ચિંતા વ્યક્ત કરી રહી છે ત્યારે આ મામલે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં છેલ્લા બે વર્ષમાં લાભ લેવા માટે 594 જેટલા લોકોએ અરજી કરી છે જે પૈકી એક પણ અરજી ગાંધીનગરથી પાસ થઈ અને પરત આવી નથી અને 594 જેટલા લોકો લાભથી વંચિત બન્યા છે ત્યારે એક તરફ સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકોને પાકું મકાન આપવાનું છે ત્યારે બીજી તરફ છેલ્લા બે વર્ષમાં એક પણ અરજી સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા અંતર્ગત ગયેલી પાસ થઈ નથી ત્યારે આ મામલે અરજદારોમાં પણ રોષ વ્યાપી જવા પામ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાની 05 નગરપાલિકાની 3,000થી વધુ અરજીઓ પેન્ડિંગમાં - છેલ્લા બે વર્ષમાં એક પણ અરજી પાસ કરવામાં આવી નથી..
નાનો માણસ મકાન બનાવી શકે તે માટે સરકારના સતત પ્રયાસો બે વર્ષ પહેલા હતા તે પ્રયાસોમાં સરકાર મકાન બનાવતા હોય તે મકાનદારને 3.50 લાખ રૂપિયાની સહાય સબસીડી પેટે ચૂકવવામાં આવતી હતી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આ સહાય ચૂકવવામાં આવતી હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ છેલ્લા બે વર્ષમાં એક પણ ફાઇલ પાસ કરવામાં ન આવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકાની 700થી વધુ આવાસ યોજનામાં લાભ મેળવવાની અરજી ગાંધીનગર ખાતે પડી છે આ ઉપરાંત જિલ્લા ની તમામ નગરપાલિકાઓની 3,000 થી વધુ અરજીઓ લાભ લેવા માટે ગાંધીનગર પડી છે પરંતુ છેલ્લા બે વર્ષથી એક પણ અરજીની ફાઈલ પાસ કરવામાં આવી નથી જેને લઈને હાલમાં મકાન બનાવતા લોકો છે નાનો વર્ગ છે તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે.

157 લોકોએ સહાય લઈ લીધી પણ મકાન જ ન બનાવ્યું : નગરપાલિકાએ 3 વખત નોટિસો આપી પણ કોઈ કાર્યવાહી ન કરી
સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દસ લાખ જેટલા મકાનો બન્યા છે જે પૈકી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 2000થી વધુ મકાનો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નિર્માણ પામી ચૂક્યા છે પરંતુ હાલની પરિસ્થિતિમાં સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં આવતા 157 લોકોએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ભરી અને તેનો લાભ લઈ લીધો છે પ્રથમ હપ્તાની 30,000 રૂપિયાની રકમ લઇ અને ત્યારબાદ જમીન ઉપર મકાનો પાકા બનાવવામાં આવ્યા નથી અને સરકાર સાથે પણ બનાવટ કરી છે તેવા લોકોને નગરપાલિકાએ ત્રણ વખત નોટિસ આપી છે અને જો મકાન ન બનાવવા હોય તો સરકારની પ્રથમ હપ્તાની આવાસ યોજનાની સહાયની રકમ પરત ચૂકવી હતી અંગેની નોટીસ ફટકારવામાં આવી છે પરંતુ તે છતાં પણ 157 જેટલા લોકોએ કોઈ પણ પ્રકારની આ મામલે પ્રતિક્રિયા આપી નથી અને સરકારના 30,000 રૂપિયા આવાસ યોજનામાં મળતા હોય તે ચાવ કરી જવા પામ્યા છે ત્યારે હજુ સુધી પાલિકા તંત્ર આ મામલે કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરી શકી નથી જેમાં વઢવાણ નગરપાલિકા અંતર્ગત 127 અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં 30 જેટલા અરજદારોએ આ પ્રકારની છેતરપિંડી આચરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj